રાજ્ય સરકાર સામે ફરી હડતાળનું સંકટ, ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું અલ્ટીમેટમ...

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા અનેક રજૂઆત કર્યા બાદ હવે કર્મચારીઓ અને અધિકારીઓને ધીરજ ખૂટી પડી છે,

New Update

રાજ્ય સરકાર સામે ફરીવાર હડતાલનું સંકટ ઊભું થયું છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે આકરા પાણીએ થયુ છે. સરકાર પાસે અનેક રજૂઆત કર્યા પછી પણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આગામી દિવસોમાં જો સરકાર પ્રશ્નો ઉકેલશે નહીં તો સરકાર સામે તા. 25 ઓગસ્ટથી આંદોલનના મંડાણ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisment

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા અનેક રજૂઆત કર્યા બાદ હવે કર્મચારીઓ અને અધિકારીઓને ધીરજ ખૂટી પડી છે, ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માટે તાજેતરમાં સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં નક્કી થયા મુજબ આગામી 10 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા વીજ કર્મચારી અને અધિકારીઓના પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અંતિમ આંદોલન કરવામાં આવશે. જો આ સમયગાળામાં પ્રશ્નો નહીં ઉકેલાય તો તા. 25 ઓગસ્ટે સૂત્રોચ્ચાર અને વર્ક-ટુ-નો કાર્યક્રમ યોજવામાં આવશે. તેમ છતાં પ્રશ્ન નહીં ઉકેલાય તો તા. 1 સપ્ટેમ્બરથી માસ સીએલનું શાસન GUVNL અને તેને સંલગ્ન કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને પ્રશ્નો અંગે અનેક વખત લેખિત રજુઆત કરવામાં આવી છે. પોતાની માંગણીઓ લઇ આ કર્મચારીઓએ હંમેશા ધીરજ રાખી છે. છેલ્લા 2 દાયકામાં એકપણ વખત વીજ કર્મી દ્વારા આંદોલન કરવામાં આવ્યું નથી. તેમ છતાં કર્મચારીઓને તેમના હકનો લાભ આપવામાં નહીં આવતા તેઓ આંદોલન કરશે.

Advertisment
Latest Stories