Connect Gujarat
ગુજરાત

આમ આદમી પાર્ટી દ્વારા નવા સંગઠનની જાહેરાત, જાણો કોઈને કયા પદ પર સ્થાન મળ્યુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ સિવાય તમામ સંગઠન વિખેરી નાખ્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા નવા સંગઠનની જાહેરાત, જાણો કોઈને કયા પદ પર સ્થાન મળ્યુ
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ સિવાય તમામ સંગઠન વિખેરી નાખ્યું હતું. આજે આમ આદમી પાર્ટીના ગુજરાતના ચૂંટણી પ્રભારી ડો. સંદીપ પાઠકે પત્રકાર પરિષદ કરી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરી હતી. જેમાં 850 જેટલા કાર્યકર્તાઓને હોદ્દેદારો બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની નવા સંગઠનમાં ઈસુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આજે આમ આદમી પાર્ટી દ્વારા તેમના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ 850 જેટલા કાર્યકર્તાઓને હોદ્દો આપવામાં આવ્યા છે. ખાસ કરીને ઇસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ ને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે. જેમાં તેમને નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. પરિવર્તન યાત્રા 182 વિધાનસભા માં નીકળી હતી. જેમાં લોકોને અમને સારો પ્રતિસાદ મળ્યો છે અને તેમાં લોકોએ પાર્ટી જાણી. ગામડું બેઠક પણ કરવામાં આવી હતી, જેમાં જન સંવાદ કર્યો. જનતા આજે બદલાવ માટે તૈયાર છે. તેમને વિકલ્પ જોઈએ છીએ. બે મહિનામાં લાખો લોકો અને 30,000થી વધુ એક્ટિવ લોકો પાર્ટી સાથે જોડાયા છે. સંગઠનને વિખેરી ચૂંટણીને ધ્યાનમાં રાખી આજે નવું સંગઠન જાહેર કરવામાં આવી રહ્યું છે. ગામડા સુધી નું સંગઠન રહેશે. પહેલા માળખાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી નો ચહેરો નક્કી કરવામાં આવશે. જે તે સમયે અમે ચોક્કસ ચહેરો જાહેર કરીશું. ઈસુદાન ગઢવી રાષ્ટ્રીય લેવલે જવાબદારી સોંપવામાં આવી છે. અમારા સંગઠન મોટું બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય લેવલે પણ મોટી પાર્ટી બની છે ત્યારે ઇસુદાન રાષ્ટ્રીય લેવલે નેતા છે અને તેઓ કરી શકે છે. ચૂંટણી જીતવાની વ્યૂહરચનાને પગલે સંગઠન માળખાને વિખેરવામાં આવી રહ્યું છે. માત્ર પ્રદેશ પ્રમુખનો હોદ્દો ચાલુ રહેશે. આજદિન સુધી માળખું લોકો સુધી વાત પહોંચાડવા સુધીનું હતું. હવે નું સંગઠન માત્ર ચૂંટણીલક્ષી બનાવવામાં આવશે. તમામને ફરી સ્થાન મળશે. આમ આદમી પાર્ટી માટે જેને તન મન ધનથી કામ કર્યું છે તે તમામ ને સ્થાન મળશે. માળખું નાનું નહીં પરંતુ મોટું કરવામાં આવશે.

Next Story