Connect Gujarat
ગુજરાત

સાવરકુંડલા તાલુકાના વંડા ખાતે નવ નિર્મિત પોલીસ મથકનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ લોકાર્પણ કરાયું

93 લાખના ખર્ચે સાવરકુંડલા તાલુકાના વંડા ખાતે નવ નિર્મિત પોલીસ મથકનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ લોકાર્પણ

સાવરકુંડલા તાલુકાના વંડા ખાતે નવ નિર્મિત પોલીસ મથકનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ લોકાર્પણ કરાયું
X

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ગુજરાતના પોલીસ આવાસ ભવનો, પોલીસ મથકોના કરવામાં આવેલા લોકાર્પણમાં સાવરકુંડલા તાલુકાના વંડા ખાતે નવ નિર્મિત પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવેલ હતું જેમાં અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર.સી.મકવાણાએ રીબિન કાપીને પોલીસ મથકને ખુલ્લું મુકવામાં આવ્યું હતું..

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ખાતે 93 લાખના ખર્ચે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું અમરેલીના પ્રભારી મંત્રી આર.સી.મકવાણાએ રીબીન કાપીને કરેલ હતું સાથે સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસિયા સહિતના ભાજપના નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયેલ હતો અમરેલીના કલેકટર ગૌરાંગ મકવાણા, ડી.એફ.ઓ. મામલતદાર સહિતના અધિકારીઓ લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા

પ્રભારી મંત્રી સહિતના નેતાઓનું પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું ને આજુબાજુના 20 ગામડાઓના નવ નિર્મિત પોલીસ મથક 36 નું મહેકમ હોય ને આજથી ઇ લોકાર્પણ વંડા પોલીસ મથકનું થયેલ હતું વંડા પોલીસ મથક 2008 થી સરકારે મંજૂર કર્યા બાદ અત્યાર સુધી ભાડાના મકાનમાં કાર્યરત હતું સાવરકુંડલા તાલુકાના વંડા ખાતે નવ નિર્મિત પોલીસ મથકનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ લોકાર્પણ કરાયું..

Next Story
Share it