Connect Gujarat
ગુજરાત

વડોદરા : દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, રૂ. 2.21 લાખના મુદ્દામાલ સાથે 5 લોકો ઝડપાયા

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા

વડોદરા : દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, રૂ. 2.21 લાખના મુદ્દામાલ સાથે 5 લોકો ઝડપાયા
X

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી 5 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વડોદરાના મકરપુરા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દેશી દારૂ બનાવતા પકડાયેલ 2 આરોપીઓ તથા વોન્ટેડ 3 આરોપીઓ મળી કુલ 5 આરોપીઓ ઝડપાયા હતા. જેની પાસેથી 10,100 રૂપિયાની કિંમતનો દેશી દારૂ તથા અન્ય સરસામાન મળી કુલ રૂપિયા 2.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસ જાણે ઉંઘતી હોય તે રીતે શહેરમાં દેશી અને વિદેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડા પાડી રહી છે. મકરપુરામાં દેશી દારૂના અડ્ડા પરથી સ્ટેટ મોનિટરીંગની સેલની ટીમે દેશી દારૂ બનાવવાના સાધનો પણ જપ્ત કર્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પરથી સવાલ એ ઉભો થાય છે કે, શહેરમાં ધમધમતા દેશી-વિદેશીના દારૂના અડ્ડાથી શું શહેર પોલીસ અજાણ છે?, અને જો જાણ છે તો પછી કાર્યવાહી કરવામાં શેની રાહ જોઇ રહ્યા છે? આ સાથે જ 5 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Next Story