Connect Gujarat
ગુજરાત

વલસાડ : ટાસ્કે ફોર્સ કમિટીની જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય

બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત વલસાડ જિલ્લા ટાસ્ક ફોર્સની સમીક્ષા બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

વલસાડ : ટાસ્કે ફોર્સ કમિટીની જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય
X

બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત વલસાડ જિલ્લા ટાસ્ક ફોર્સની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

વલસાડ જિલ્લા કલેકટરએ બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાની ગત નાણાકીય વર્ષની કામગીરી, ખર્ચની સમીક્ષા, વલસાડ જિલ્લાના બાળ જાતિ દર, ડ્રોપ આઉટ રેશિયો ઉપરાંત ચાલુ વર્ષમાં જુલાઈ ૨૦૨૧ સુધી થયેલ કામ અને પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાનો મૂળ હેતુ દીકરીઓ જન્મે, દીકરા દીકરીનાં જન્મ દરમાં સમાનતા આવે, દીકરીઓ ભણે, દીકરીઓ ને તમામ પ્રકારની આરોગ્ય, શિક્ષણ વગેરે સેવાઓ મળે તેવો છે. જિલ્લામાં ગત વર્ષે સદર યોજનાની જાગૃતિ માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વિદ્યાર્થીનીઓ માટે ૨૭ વર્કશોપ, બાળ લગ્ન, બાળ અધિકારો, તરુણાવસ્થાની સમસ્યાઓ વગેરે અંગે કાર્યક્રમો, ગ્રામ પંચાયતોમાં દીકરા દીકરી બોર્ડ, દીકરીઓ નાં નામે વૃક્ષારોપણ, સિદ્ધિઓ હાંસલ કરનાર દીકરીઓ અને મહિલાઓનું સન્માન વગેરે જેવા અનેક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, નાયબ પોલીસ અધિક્ષક ( હેડ ક્વાર્ટર) મનોજ શર્મા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી વલસાડની કચેરીના શિક્ષણ નીરીક્ષક આશા ચૌધરી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, ICDS જ્યોત્સના પટેલ, ઈનચાર્જ મહિલા અને બાળ અધિકારી શૈલેષ કણઝરિયા અને સંબધિત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story