Connect Gujarat
ગુજરાત

વલસાડ : 12 ગામોમાં ફરશે ફરતું પશુ દવાખાનું, 1962 એમ્‍બ્‍યુલન્‍સને પ્રસ્‍થાન કરાવાયું...

મોબાઇલ પશુ દવાખાના દ્વારા નિયત કરેલ ગામોમાં નિઃશુલ્‍ક પશુ સારવાર ગામ બેઠા આપવામાં આવે છે.

વલસાડ : 12 ગામોમાં ફરશે ફરતું પશુ દવાખાનું, 1962 એમ્‍બ્‍યુલન્‍સને પ્રસ્‍થાન કરાવાયું...
X

સંવેદનશીલ ગુજરાત સરકારના પશુપાલનની ૧૯૬૨ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા રાજ્‍યના ગ્રામિણ વિસ્‍તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી રાજયમાં હાલમાં કળષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન પ્રભાગ દ્વારા ૧૦ ગામ દીઠ સેવા કરતું એક ફરતું પશુ દવાખાનુ કાર્યરત હતું. તેની જગ્‍યાએ હવે વલસાડ જિલ્લામાં બે ગામનો ઉમેરો કરાતાં હવે તે ૧૨ ગામોમાં સેવા આપવામાં આવશે.

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકા શાહ, વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, નાયબ પશુપાલન નિયામક ડો. ભાવિન ભુવા, કામધેનુ ગૌરક્ષા અને સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ ધવલ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના સભ્‍ય અને માજી તાલુકા પ્રમુખ પ્રવિણ પટેલે ઉપસ્‍થિત રહી લીલી ઝંડી આપીને ૧૯૬૨ એમ્‍બ્‍યુલન્‍સને પ્રસ્‍થાન કરાવવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં ૧૩ મોબાઇલ પશુ દવાખાના કાર્યરત છે. આ મોબાઇલ પશુ દવાખાના દ્વારા નિયત કરેલ ગામોમાં નિઃશુલ્‍ક પશુ સારવાર ગામ બેઠા આપવામાં આવે છે.

જિલ્લામાં પશુઓને ઘેરબેઠા આરોગ્‍ય સંભાળ આપવામાં આવે છે. જિલ્લામાં પશુઓને ઘેરબેઠા આરોગ્‍ય સંભાળ આપવામાં આવે છે. આકસ્‍મિક સારવાર માટે ૧૯૬૨ ઉપર ફોન કરી નિયત થયેલા ગામોમાં ઘર બેઠાં વિનામુલ્‍યે પશુ સારવાર આપવામાં આવે છે. આ તમામ વાહનો પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા સાધન સામગ્રી અને નિષ્‍ણાત પશુચિકિત્‍સા અધિકારી સાથે ઉપલબ્‍ધ છે. આ યોજના મારફતે નિઃશુલ્‍ક પશુ સારવાર સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ સવારે ૭થી રાત્રે ૭ દરમિયાન પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્‍ધ છે. જેમાં પશુઓમાં મુખ્‍ય જટિલ બીમારી જેવી કે, વિહાણમાં તકલીફ, મેલી પડવામાં તકલીફ, આફરો ચડવો, ફેકચર જેવા જટીલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી પશુઓના જીવ બચાવ્‍યા છે.

Next Story