Connect Gujarat
ગુજરાત

વલસાડ : આસલોણા ગામના યુવાને સગાઈ તોડી તો પંચની સામે યુવતીના પરિવારે ફટકાર્યો, સારવાર વેળા યુવકનું મોત

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આસલોણા ગામ ખાતે સગાઈ તોડનાર યુવકને ગામની પંચમાં ફટકા મારતા મોત થયું. પોલીસે સાત લોકોની કરી ધરપકડ

વલસાડ : આસલોણા ગામના યુવાને સગાઈ તોડી તો પંચની સામે યુવતીના પરિવારે ફટકાર્યો, સારવાર વેળા યુવકનું મોત
X

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આસલોણા ગામ ખાતે સગાઈ તોડનાર યુવકને ગામની પંચમાં ફટકા મારતા મોત થયું. પોલીસે સાત લોકોની કરી ધરપકડ

કપરાડા તાલુકાના આસણા ગામે એક જ ફળિયામાં રહેતા યુવાન અને યુવતીની સગાઇ બાદ યુવકે સગાઈ તોડી નાખતા ગામના આગેવાનોએ પંચ બોલાવી હતી. પંચમાં પણ યુવકે લગ્ન કરવા માટે ના પાડી હતી. જેને લઇને યુવતીના પરિવારજનોએ યુવક ઉપર હુમલો કરતાં લાકડાના ફટકા મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવકને પેટના ભાગે થયેલી ઇજાના પગલે બાર દિવસની સારવાર બાદ તે મોતને ભેટ્યો હતો.

સમગ્ર ઘટનાને પગલે કપરાડા પોલીસને જાણ કરવામાં આવતા કપરાડા પોલીસ દ્વારા સાત લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કપરાડા અને ધરમપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ સમાજના આગેવાનો સમસ્યાનું નિરાકરણ માટે પંચ બોલાવતા હોય છે. જોકે આસલોણા ગામે મળેલી પંચમાં યુવકને બેરેહમી પૂર્વક ઢોર માર માર્યો હતો. યુવકને ગંભીર હાલતમાં ધરમપુર અને વલસાડ સહિત અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો જોકે આખરે તેને અંતે યુવકને મોત જ મળ્યું હતું. કપરાડા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે આ મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે.

Next Story