Connect Gujarat
ગુજરાત

વલસાડ : લોક વિદ્યાલય ઊંટડી ખાતે "બેટી બચાવો-બેટી પઢાઓ" યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વલસાડ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત લોક વિદ્યાલય ઊંટડી ખાતે જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

વલસાડ : લોક વિદ્યાલય ઊંટડી ખાતે બેટી બચાવો-બેટી પઢાઓ યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
X

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી વલસાડ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત લોક વિદ્યાલય ઊંટડી ખાતે જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

વલસાડના નાયબ પોલીસ અધિક્ષક એમ.એન. ચાવડાએ પોલીસની કામગીરી સંબંધે આપતાં જણાવ્‍યું હતું કે, પોલીસને પોતાના મિત્ર અને પોલીસ સ્‍ટેશનને એક મંદિર સમાન ગણવું જોઇએ. કોઇપણ ગુનાહિત પ્રવળત્તિ થતી હોય તો પોલીસને તેની જાણકારી આપી એક જિમ્‍મેદાર નાગરીક તરીકેની ફરજ બજાવવા અને મહિલાઓને લગતા કાયદાઓમાં પણ પોલીસ વિભાગ મહિલાઓને તમામ પ્રકારની મદદ કરવા તત્‍પર રહેશે તેમ જણાવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કમલેશ ગિરાસે પ્રાસંગિક ઉદબોધનમાં તેમના વિભાગની કામગીરી, જિલ્લા ફિલ્‍ડ ઓફિસર ડૉ. પી.એમ.વાઘેલાએ બેટી બચાવો બેટી પઢાવો યોજના અને મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતી તમામ યોજનાઓ વિશે, જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોબેશન ઓફિસરે પોક્‍સો કાયદા તેમજ ચાઇલ્‍ડ હેલ્‍પલાઇન વિશે સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને એક્‍સપર્ટ દ્વારા સેલ્‍ફ ડિફેન્‍સની તાલીમ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીનીઓને મહાનુભાવો બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત રંગોળી સ્‍પર્ધા, ચિત્ર સ્‍પર્ધા અને દિકરી ગાનના સ્‍પર્ધાના વિજેતાઓને ઇનામોનું વિતરણ પણ કરવામાં આવ્‍યુ હતું.

Next Story