Connect Gujarat
ગુજરાત

વલસાડ : જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં કલેક્‍ટર કચેરી ખાતે મળી

નગરપાલિકા વિસ્તારોમાં રસ્‍તાઓ ખુલ્લા રહે અને ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ અને નગરપાલિકા સાથે મળીને સમસ્‍યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે.

વલસાડ : જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં કલેક્‍ટર કચેરી ખાતે મળી
X

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં કલેક્‍ટર કચેરી ખાતે મળી હતી. જેમાં બેઠકમાં કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્‍યું હતું કે, નગરપાલિકા વિસ્તારોમાં રસ્‍તાઓ ખુલ્લા રહે અને ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ અને નગરપાલિકા સાથે મળીને સમસ્‍યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે. ટ્રાફિક નિયમન માટે જિલ્લાની તમામ નગરપાલિકા કેટલા દબાણો દુર કર્યા તેનો રીપોર્ટ નિયત સમયમાં આપવા જણાવ્‍યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ ટ્રાફિક સમસ્‍યાના નિવારણ માટે જરૂરી સૂચનો કર્યા હતા.

તેમણે જણાવ્‍યું હતું કે, વલસાડ પોલીસ વિભાગને અકસ્‍માત વખતે મદદરૂપ થઇ શકે તે પ્રકારના સાધનોથી સજ્જ વિશેષ વાહનોની ફાળવણી કરવામાં આવી છે, જેનો જિલ્લાની પ્રજા પોલીસ કંટ્રોલ રૂમ ઉપર ફોન કરીને મદદ મેળવી શકે છે. શાળાઓ ખૂલી ગઇ છે ત્‍યારે સ્‍કૂલવાનમાંક્ષમતા કરતાં વધુ બાળકો ન બેસાડે તેની તકેદારી રાખવા જણાવ્‍યું હતું. આ બેઠકમાં જિલ્લાના ધોરીમાર્ગો- ડુંગરાળ વિસ્‍તારમાં માર્ગ સલામતી પુલોની સલામતી જાળવવી જરૂરી ચકાસણી અને સુધારણા, ધોરીમાર્ગો નજીક આવેલા તળાવ, કેનાલ કિનારે બેરિકેટિંગ, નવા બની રહેલા માર્ગ ઉપર વર્કઝોન ટ્રાફિક મેનેજમેન્‍ટ પ્‍લાન, અકસ્‍માતો નિવારવા રસ્‍તાની મધ્‍યભાગે બિનઅધિકૃત ગેપ બંધ કરાવવા,

ટ્રાફિકના નિયમોનું અમલીકરણ, મુસાફરો/ શાળાના બાળકોનું કરતાં વધુ પરિવહન સંદર્ભે થયેલી કામગીરી, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને વાહનોના ઓવરસ્‍પીડિંગ ઉપર નિયંત્રણ, માલવાહક ભારે વાહનોમાં મુસાફરો દ્વારા ગેરકાયદેસર મુસાફરી ઉપર નિયંત્રણ, અકસ્‍માતની સંભાવના ધરાવતા માર્ગો, વિસ્‍તારો તથા બ્‍લેક સ્‍પોટ નજીક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની આરોગ્‍ય વિભાગે કરેલી વ્‍યવસ્‍થા, જિલ્લામાં ઉપલબ્‍ધ ૧૦૮ અને ખાનગી એમ્‍બ્‍યુલન્‍સનું મેપિંગ, અકસ્‍માતોના ફર્સ્‍ટ રીસ્‍પોન્‍ડન્‍ટ તથા ગુડ સેમરીટન લો વિશેની જાણકારી તથા હાથ ધરવાની થતી કામગીરી, શાળા/ કોલેજો દ્વારા માર્ગ સલામતી અંગે કરેલી જાગૃતિના કાર્યક્રમો, સોશિયલ મીડિયા માધ્‍યમ મારફતે લોકજાગૃતિ તેમજ માર્ગ સલામતી અંગે જાહેર પ્રતિનિધિ કે જનતા તરફથી મળેલી રજૂઆતોની ચર્ચા અને યોગ્‍ય કાર્યવાહી વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Next Story