વલસાડ : દારૂની હેરાફેરી માટે બુટલગરોએ વાપરી એન્જીનીયર બુદ્ધિ, જુઓ કેવો અપનાવ્યો કીમિયો..!

દારૂની હેરાફેરી માટે ફરી એકવાર વલસાડ જીલ્લામાં યુવાનોએ એક અલગ જ કીમિયો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે.

New Update
વલસાડ : દારૂની હેરાફેરી માટે બુટલગરોએ વાપરી એન્જીનીયર બુદ્ધિ, જુઓ કેવો અપનાવ્યો કીમિયો..!

દારૂની હેરાફેરી માટે ફરી એકવાર વલસાડ જીલ્લામાં યુવાનોએ એક અલગ જ કીમિયો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. દમણ ફરવા આવેલા રાજકોટના એન્જીનીયર યુવાને દારૂની હેરાફેરી માટે કેવી તરકીબ અપનાવી જુઓ અમારા આ અહેવાલમાં...

સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે હવે બુટલગરો પણ એન્જીનીયર બુદ્ધિ વાપરી રહ્યા છે. મળતી માહિરી અનુસાર, રાજકોટથી દમણ ફરવા આવેલ ધાનેરાના 2 યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બન્ને યુવાનોએ દારૂની હેરફેર કરવા કઈક અલગ જ તરકીબ અપનાવી હતી. ભેજાબાજ એન્જીનીયર યુવાનોએ કારમાં ચોરખાનું બનાવી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. સુગર ફેક્ટરીથી ધરમપુર ચોકડી સુધી LCB પોલીસે ફિલ્મી ઢભે પીછો કરી ઝડપી પાડ્યા હતા,

જ્યાં તપાસ કરતાં ડસ્ટર કારની પાછળના ભાગે બમ્પરમાં ચોરખાનું બનાવીને દારૂની હેરફેર કરતાં હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. LCB પોલીસે બન્ને યુવાનો પાસેથી 222 નંગ દારૂની બોટલ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ દારૂ ભરાવનાર અને મંગાવનાર રાજકોટના બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો છે.

Latest Stories