વલસાડ: વાપીમાં રિક્ટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં આગથી નાસભાગ મચી

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ રિકટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.અને ત્રણ કામદારો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.

New Update
  • વાપી જીઆઈડીસીની કંપનીમાં લાગી આગ

  • રિકટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં લાગી આગ

  • કંપનીમાં લાગેલી આગથી નાસભાગ મચી 

  • કંપનીના ત્રણ કામદારો આગમાં થયા ઘાયલ 

  • ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના કરાયા પ્રયાસ

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ રિકટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.અને ત્રણ કામદારો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.

વલસાડ જિલ્લાના વાપી જીઆઇડીસીના જે ટાઈપ વિસ્તારમાં આવેલ રિક્ટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી.ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.સમગ્ર મામલે આગ વધુ પ્રસરતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.અને ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડના લાશ્કરો 4 જેટલા ફાયર ટેન્ડરો સાથે પહોંચીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ઘટનાની ગંભીરતા પારખીને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. મામલતદાર વાપી દ્વારા પણ કંપની પર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું.ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.અને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

 

Read the Next Article

રાજ્યમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની કરાઇ આગાહી, એક સાથે ત્રણ સિસ્ટમ થઈ સક્રિય

ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ સહિતના કેટલાક વિસ્તારને છોડીને ધીમી ધારે

New Update
rain varsad

ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ સહિતના કેટલાક વિસ્તારને છોડીને ધીમી ધારે ખેતીના પાકને અનુકૂળ વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ છે.

હવામાન વિભાગે  રાજ્યમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.  આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, દ્વારકા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.  સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દાહોદ, પંચમહાલ, નવસારીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેમાં પાકિસ્તાનની પાસે    સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.  નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.