Connect Gujarat
ગુજરાત

વલસાડ : રેલ્વે ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, આગને કાબુમાં લેવા ફાયર ફાઇટરોની કવાયત

આગ લાગતા જ વિસ્તારમાં મચી ભારે દોડધામ પાલિકાના ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી

X

મળતી માહિતી અનુસાર, વલસાડ શહેરના રેલ્વે સ્ટેશન નજીક એ.એન. ઓફીસ વિસ્તારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે આગ લાગતાની સાથે જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. આ ગોડાઉનમાં રબર અને અન્ય પ્લાસ્ટિકનું મટીરીયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

બનાવની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં 3 ફાયર ટેન્ડરોની મદદથી પાણીનો મારો ચલાવી ભારે જહેમત સાથે આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story