Connect Gujarat
ગુજરાત

વલસાડ : નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા બીલપુડી ખાતે ફીટ ઇન્‍ડિયા કાર્યક્રમ યોજાયો...

વલસાડના નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા પ્રગતિ મહિલા મંડળ બીલપુડીના ઉપક્રમે બીલપુડી ગ્રામ પંચાયત કચેરી ખાતે ફીટ ઇન્‍ડિયાનો કાર્યક્રમ યોજાયો હતો.

વલસાડ : નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા બીલપુડી ખાતે ફીટ ઇન્‍ડિયા કાર્યક્રમ યોજાયો...
X

વલસાડના નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા પ્રગતિ મહિલા મંડળ બીલપુડીના ઉપક્રમે બીલપુડી ગ્રામ પંચાયત કચેરી ખાતે ફીટ ઇન્‍ડિયાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં અસ્‍તિત્‍વ સંસ્‍થાના ગિરિબાળાએ મહિલાઓને લગતી વિવિધ યોજનાઓ અંગે વિસ્‍તૃત સમજણ આપી તેનો લાભ લેવા માટે શું કરવું તે અંગે જાણકારી આપી હતી. પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનિતાબેન ગાંવિતે સરકારની વિવિધ યોજનાઓ તેમજ મંડળ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. ધરમપુર કોર્ટના કલ્‍પનાબેન ગજરેએ મહિલાઓના અધિકાર અને મહિલાલક્ષી કાયદાઓની સવિસ્‍તર સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમના સ્‍નેહલ પટેલ, રાકેશ પટેલ, આજ્ઞાબેન, મિશન મંગલમના રેખાબેન, બારોલીયા સરપંચ સુરેખાબેન, બીલપુડીના સરપંચ લીલા સહિત મહિલાઓ હાજર રહી હતી.

Next Story