Connect Gujarat
ગુજરાત

વલસાડ : આદિજાતિ લાભાર્થી ખેડૂતોને વન મંત્રીના હસ્તેશ ફળાઉ ઝાડોના રોપાનું વિતરણ કરાયું

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સાદડવેરા ગામે રાજ્યના આદિજાતિ અને વનમંત્રી રમણલાલ પાટકરે આદિજાતિ ખેડૂતોને રાજય સરકારની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ફળાઉ ઝાડના રોપાનું વિતરણ કર્યુ હતું.

વલસાડ : આદિજાતિ લાભાર્થી ખેડૂતોને વન મંત્રીના હસ્તેશ ફળાઉ ઝાડોના રોપાનું વિતરણ કરાયું
X

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સાદડવેરા ગામે રાજ્યના આદિજાતિ અને વનમંત્રી રમણલાલ પાટકરે આદિજાતિ ખેડૂતોને રાજય સરકારની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ફળાઉ ઝાડના રોપાનું વિતરણ કર્યુ હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા આદિજાતિ ખેડૂતોની આવક વધે અને તેમનું જીવનધોરણ ઊચું આવે અને તેઓ સમાજમાં સ્વમાનભેર જીવી શકે તે હેતુસર વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વનબધું યોજના શરૂ કરી હતી. જેના સારા પરિણામો મળ્યા છે. આદિજાતિ ખેડૂત તેની પરંપરાગત ખેતીમાં તેમના ખેતરમાં જે પાકનું વાવેતર કરે છે અને ઉપજ મેળવે છે તે વધુ થાય તે માટે પાકની બાજુમાં જ આંબાના રોપાનું અને ખેતરના સેઢે સાગના રોપાનો ઉછેર કરે તો તેમને બમણું વળતર મળે. આંબાના રોપાનું ખેડૂત તેમના પાકની સાથે વાવેતર કરે તો તેમને ત્રણ થી ચાર વર્ષ બાદ તેમની કેરીઓના વેચાણ માટે કેરીનું અંતરરાષ્ટ્રીય બજાર મળૅ અને આ બજારમાં તેમની કેરી વેચી શકાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા તેમને કોડ આપવામાં આવશે, જે કોડના આધારે તેમની પાકની કિમત નક્કી થતા તેની કવોલિટી મુજબ વળતર મળશે. જેથી તેમની આવક બમણી થાય. રાજય સરકારે આદિજાતિ વિસ્તારના લોકો માટે લઘુ સિંચાઇ યોજના કાર્યરત કરી છે. જેથી આદિજાતિ વિસ્તારના લોકોને તેમના પાક માટે પાણી મળી રહે અને તેમનો પાકનું ઉત્પાદન વધુ થાય. મંત્રીના હસ્તે ૧૧ લાભાર્થીઓને સ્ટેજ પરથી આંબાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૨૨૫ લાભાર્થીઓને ફળાઉ ઝાડોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફળાઉ ઝાડના રોપા વિતરણ યોજના હેઠળ વલસાડ જિલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માં રૂપિયા ૬૨ લાખ ૧૨ હજાર એકસો ત્રીસ લાખના ખર્ચે ૧૩૨૭ ગુંઠા જમીનમાં રોપાનું વિતરણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ૦થી ૨૦ સ્કોર ધરાવતા ખેડૂતોને બી.પી.એલ. ખેડૂત ખાતેદારને, વન અધિકાર અધિનિયમ હેઠળ ફાળવેલ જમીન ઘારક તેમજ આદિમજૂથ હેઠળના જમીન ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જે મુજબ ૧૦ ગુંઠા જમીન હોય તો ૨૦ રોપા, ૨૦ ગુંઠા જમીન હોય તો ૪૦ રોપા અને ૪૦ ગુંઠા જમીન હોય તો ૮૦ રોપા આપવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

Next Story
Share it