વલસાડ : ગણપતિ મંડળો સહિત ડીજે સંચાલકોની બેઠક મળી, વિવિધ મુદ્દે કરાય ચર્ચા

વલસાડ શહેરમાં ગણપતિ મંડળો અને ડીજે સંચાલકોની મિટિંગ મળી હતી. જેમાં મોટી સંખ્યામાં ડીજે સંચાલકો સહિત વિવિધ ગણપતિ મંડળના સભ્યો હાજર રહ્યા હતા.
આગામી સપ્ટેમ્બર માસમાં ગણેશ મહોત્સવ આવી રહ્યો છે, ત્યારે વલસાડના તરિયાવાડ વિસ્તારમાં ગણપતિ મંડળો સહિત ડીજે સંચાલકોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગતરોજ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોસના કાર્યક્રમમાં ડીજે સાઉન્ડ વગાડવામાં આવ્યા હતા, ત્યારે હવે ડીજે સંચાલકો દ્વારા તંત્ર પાસે ઉત્સવોમાં ડીજે સાઉન્ડ વગાડવા દેવામાં આવે તેવી પરવાનગી માંગી છે. તો આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જોકે, આ વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ડીજે સાઉન્ડની પરવાનગી મળે અને શ્રીજીની પ્રતિમાઓની જાહેર મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવે તે અંગે મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર મિટિંગ દરમ્યાન મોટી સંખ્યામાં ડીજે સંચાલકો અને ગણપતિ મંડળના સભ્યો હાજર રહ્યા હતા. તો સ્થળ પર પોલીસ કાફલો પણ સજ્જ કરી દેવામાં આવ્યો હતો.