રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તેસ વલસાડ જિલ્લાેના ઉમરગામ તાલુકામાં કલગામ ગામે તા. ૧૪મી ઓગસ્ટાના રોજ ૨૧મું મારૂતિનંદન સાંસ્કૃલતિક વન ખુલ્લું મુકવામાં આવશે. આ વન ૧૦ એકર જમીનમાં ૧૮ મીટર લાંબા અને ૯ મીટર ઊંચાઇ ધરાવતા ધોલપુર સ્ટો્ન લગાવેલા ભવ્ય. પ્રવેશ દ્વારવાળું, નિર્માણ કરવામાં આવ્યુંન છે. આ વનમાં વિવિધ ૧૩૫ જાતની જુદી જુદી વનસ્પૂતિઓના કુલ ૨૭ લાખ ૫૪ હજાર રોપાઓનું વિવિધ વનો અંતર્ગત વાવેતર કરાયું છે. જેમાં નવગ્રહ વન, નક્ષત્ર વન, રાશિ વન, સંજીવની વન, બટરફલાય ગાર્ડન, સિંદુરીવન, પંચવાટિકા, ચિરજીંવી વન, યોગા ગાર્ડન, મેઝ ગાર્ડન, ગાર્ડન ઓફ ફેગરેન્સે, કિષ્કિનન્ધાિ વન અને ગાર્ડન ઓફ કલર્સ વગેરે વનોનો સમાવેશ થાય છે.
ભારતીય સંસ્કૃ તિના વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેયના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે. પૌરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ અને સહવાસ વૃક્ષો તથા વેલાઓના સાંનિધ્યદમાં રહેતો હતો. પૂર્વજોએ પ્રાચીન સમયથી આ વિષયોનો ગહન અભ્યાવસ કરી આ અંગેની માહિતી સંગ્રહિત કરી છે. પૂર્વજોને સુખ, શાંતિ, સમૃધ્ધિી અને આરોગ્યક માટે વૃક્ષોની અગત્યવતા સમજાયેલ હતી. તેથી જ તેઓ વૃક્ષોની પૂજા કરતા હતા. હાલમાં પણ આપણા મોટાભાગના ધાર્મિક તહેવારોમાં પ્રત્યસક્ષ કે પરોક્ષ રીતે વૃક્ષોની પૂજા થાય છે. વૃક્ષોની માનવ સમાજ ઉપર સીધી અસર થાય છે, તેવો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો તેમજ ખાસ કરીને ચિકિત્સાૃશાષામાં છે. આજનો માનવ જ્યોેતિષશાષા, વાસ્તુિશાષા, આયુર્વેદ વગેરે વિષયોમાં વધુ વિશ્વાસ રાખતો થયો છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આયુર્વેદિક, એલોપેથીક, હોમીયોપેથિક તેમજ બાયોકેમીકલ દવાઓ બનાવવામાં વૃક્ષો, વેલા,વનસ્પથતિનાં મૂળ, છાલ, પાન, ફૂલ, ફળ ઉપયોગી થાય છે, તે સર્વવિદિત હકીકત છે. કેટલાક વૃક્ષોનું વાવેતર કરવાથી અનિષ્ટિ તત્ત્વો દૂર થાય છે અને વ્યવક્તિેના જીવન ઉપર તેની હકારાત્મવક અસર થતી હોવાની પણ માન્યદતા છે. વૃક્ષોની આવી અસરો વિશે આધુનિક વિજ્ઞાન કદાચ સંમત ન પણ થાય. પરંતુ આપણી પરંપરાથી ચાલી આવતી માન્યઆતાઓ તેમજ આપણા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવ્યાી પ્રમાણે દરેક ગ્રહ, નક્ષત્ર, રાશિ સાથે તેનું આરાધ્યત વૃક્ષ સંરક્ષણથી માનવ સમાજ ઉપર તેની હકારાત્મંક અસર થાય છે. આ વનોમાં નવ ગ્રહ આધારિત નવગ્રહ વન, નક્ષત્ર આધારિત નક્ષત્ર વન, રાશિ આધારિત રાશિ વન, પાંચ પવિત્ર છાંયાવાળા ઘટાદાર વૃક્ષોનું પંચવાટિકા વન, બાળકો માટે બટરફલાય વન, કેસરી રંગના વૃક્ષો ધરાવતું સિંદૂરી વન, જુદા જુદા પ્રકારની ખાસ સુગંધવાળા મનુષ્યવના શરીરના રોગો દૂર કરનારા ગાર્ડન ઓફ ફેગરેન્સં વન, કર્મયોગી વન, રંગબેરંગી ફૂલો ધરાવતાં ગાર્ડન ઓફ કલર્સ વન, રામાયણમાં દર્શાવેલા કિષ્કિંાન્ધાી વન, માનવ શરીરના ૭ ચક્રો આધારિત સંજીવની વન, મેઇઝ ગાર્ડન, યોગા ગાર્ડનનો સમાવેશ થાય છે. આ વનમાં પ્રવાસીઓ માટે ફૂડ પ્લા ઝા, શૌચાલય, લોન એરિયા, બાળકોના આનંદપ્રમોદ માટે બાલવાટિકા અને વિવિધ રમત- ગમતના સાધનો મૂકવામાં આવ્યાા છે. સહેલાણીઓ માટે બેઠક વ્યંવસ્થાે અને ગઝીબો તથા વાહનો માટે વિશાળ પાર્કિગની સુવિધા કરવામાં આવી છે