Connect Gujarat
ગુજરાત

વલસાડ : લીલાપોર ખાતે નિર્માણ પામનાર પોલીસ સ્ટેશન-આવાસોનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

વલસાડ તાલુકાના લીલાપોર ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા રૂરલ પોલીસ સ્ટેકશનનું મકાન અને પોલીસ આવાસોનું ખાતમુહૂર્ત રાજયકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્તેૂ કરાયું હતું.

વલસાડ : લીલાપોર ખાતે નિર્માણ પામનાર પોલીસ સ્ટેશન-આવાસોનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
X

વલસાડ તાલુકાના લીલાપોર ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા રૂરલ પોલીસ સ્ટેકશનનું મકાન અને પોલીસ આવાસોનું ખાતમુહૂર્ત રાજયકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્તેૂ કરાયું હતું.

આ અવસરે ગૃહ રાજ્યનમંત્રીએ જણાવ્યુંા હતું કે, ગુજરાત પોલીસને કામ કરવા માટે સુવિધાપૂર્ણ મકાન અને રહેવા માટે સુવિધાયુક્ત ઘર મળે તેવો રાજ્યપ સરકારનો અભિગમ છે. જેના ભાગ સ્વ રૂપે ગત બજેટમાં ૬૨૯ કરોડના ખર્ચનું આયોજન કરાયું છે. વલસાડનું રૂરલ પોલીસ સ્ટેેશન શહેરમાં હતું, તે હવે શહેરની બહાર બનાવવામાં આવતાં ગ્રામ્યા વિસ્તાસરમાંથી આવતા-જતા લોકોને નડતી સમસ્યાબનું નિવારણ થવા ઉપરાંત પોલીસ આવાસોના નિર્માણના કારણે પોલીસકર્મીઓને પોલીસ સ્ટેઆશનની બાજુમાં જ રહેવા માટેની સુવિધા ઉપલબ્ધન બનશે. આ પોલીસ સ્ટેસશનના મકાન માટે રૂ. ૨.૬૬ કરોડ, કક્ષા બી-૪૦ આવાસો અને સી-૨ કક્ષાના આવાસ માટે રૂ. ૭.૨૯ કરોડનો ખર્ચ થનાર છે.

સમગ્ર રાજ્યવમાં પોલીસ સ્માેર્ટ અને શાર્પ બને તે માટે ટેકનોલોજીના ઉપયોગના માધ્ય મથી પોલીસ તંત્રના નવા અનેક પ્રયાસો મુખ્ય્મંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યાા છે. વલસાડ જિલ્લાનું વર્ચ્યુપઅલી સાયબર પોલીસ સ્ટે શન શરૂ કરવામાં આવ્યુંછ છે, જેના થકી અનેક પ્રકારના સાઇબર ક્રાઇમ અને ફ્રોડ કરીને પૈસા જતા રહે છે તે પાછા લાવવામાં સફળતા મળી છે. આગામી દિસોમાં ટેકનોલોજીકલ અપડેશન માટે અનેક નવી વસ્તુાઓ પોલીસતંત્રને ઉપલબ્ધં કરાવશે. આ અવસરે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકર, સાંસદ ડો. કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલકા શાહ, વલસાડ ધારાસભ્ય ભરત પટેલ, પારડી ધારાસભ્ય કનુ દેસાઈ, ધરમપુર ધારાસભ્યા અરવિંદ પટેલ, કપરાડા ધારાસભ્યા જીતુ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા સહિત વલસાડ રૂરલ પોલીસ સ્ટાહફ વગેરે હાજર રહયા હતા.

Next Story