Connect Gujarat
ગુજરાત

વલસાડ : પલસાણા ખાતે રૂ. 14 લાખના ખર્ચે તૈયાર થનાર ગ્રામ પંચાયત ભવનનો રજ્યમંત્રીના હસ્તે શિલાન્‍યાસ

આ ગામના ગંગાજીના પવિત્ર ધામના લીધે ગામના અને ગામ બહારના લોકો પ્રવાસે આવતા હોય એ સંજોગોમાં ગામના વિકાસની જરૂરિયાત હતી.

વલસાડ : પલસાણા ખાતે રૂ. 14 લાખના ખર્ચે તૈયાર થનાર ગ્રામ પંચાયત ભવનનો રજ્યમંત્રીના હસ્તે શિલાન્‍યાસ
X

રાજયના નાણાં મંત્રી કનુ દેસાઇએ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ખાતે સરકારની મનરેગા યોજના દ્વારા રૂા. ૧૪ લાખના ખર્ચે તૈયાર થનારા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુર્હૂત કર્યુ હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્‍યું હતું કે, આ ગામના ગંગાજીના પવિત્ર ધામના લીધે ગામના અને ગામ બહારના લોકો પ્રવાસે આવતા હોય એ સંજોગોમાં ગામના વિકાસની જરૂરિયાત હતી.

જેને ધ્‍યાને લઇ આજે મનરેગાની યોજના દ્વારા ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવી રહયું છે. આ ગ્રામપંચાયત ભવન ૧૦૩૩ ચો.ફૂટમાં નિર્માણ થશે. આ ભવનમાં સરપંચનો રૂમ, તલાટીનો રૂમ, મીટીંગ હોલ, બેઠક રૂમ તેમજ બાથરૂમ, ટોઇલેટની સુવિધાવાળું રહેશે.

આ ગામના રેમન્‍ડ કંપનીથી ગામમાં પ્રવેશનો રસ્‍તાનું રૂ. ૧ કરોડનો વાઇડનીંગ રોડ, કોસ્‍ટલ હાઇવેને જોડતો રસ્‍તો રૂ. ૧ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે. આ ઉપરાંત ગામને ગેસ આધારિત સ્‍મશાનભૂમિના નિમાર્ણ માટે રૂ. ૧ કરોડ મંજૂર કરવામાં આવ્‍યા છે. આ કાર્યક્રમમાં પલસાણા ગામના સરપંચ રાધિકા પટેલ, ઉપસરપંચ કમલેશ દેસાઇ, વલસાડ જિલ્લા પંચાયતના ઉમરસાડી બેઠકના સભ્‍ય દિવ્‍યા પટેલ અને અગ્રણીઓ સર્વ મહેશ દેસાઇ અને હર્ષદ દેસાઇ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.

Next Story