Connect Gujarat
ગુજરાત

વલસાડ : કોવિડ રસીકરણ સહિતની કામગીરી બાબતે છેવાડાના ગામની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ તા. ૦૪/૦૨/૨૦૨૨ના રોજ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લઇ તાલુકા વિકાસ અધિકારી, સીડીપીઓ, અધિક મદદનીશ ઇજનેર તથા તાલુકાના અન્‍ય કર્મચારીઓ સાથે તાલુકા પંચાયત કપરાડા ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.

વલસાડ : કોવિડ રસીકરણ સહિતની કામગીરી બાબતે છેવાડાના ગામની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી
X

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ તા. ૦૪/૦૨/૨૦૨૨ના રોજ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લઇ તાલુકા વિકાસ અધિકારી, સીડીપીઓ, અધિક મદદનીશ ઇજનેર તથા તાલુકાના અન્‍ય કર્મચારીઓ સાથે તાલુકા પંચાયત કપરાડા ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ કપરાડા તાલુકા પંચાયત દ્વારા મનરેગા અને ૧પમા નાણાપંચના કન્‍વર્ઝેશન હેઠળ બનાવવામાં આવનારા ૨૦ ગ્રામ પંચાયત ભવનની ગામવાર સમીક્ષા કરી હતી. જેમાં ૧૭ ગ્રામ પંચાયત ભવનની કામગીરી ચાલુ છે, જ્‍યારે બાકી રહેતા ૦૩ ગ્રામ પંચાયતોની કામગીરી ત્રણ દિવસમાં શરૂ કરવા જણાવી ગ્રામ પંચાયત ભવનના કામોની કવોલીટી જળવાઈ રહે તેમજ મે-૨૦૨૨ પહેલાં પૂર્ણ થાય તેવું આયોજન કરવાની સાથે અધિક મદદનીશ ઈજનેરને ગામોની રૂબરૂ મુલાકાત લઈ બાંધકામની પ્રગતિનો દૈનિક રીપોર્ટ કરવા જણાવ્‍યુ હતું.

આંગણવાડીની કામગીરી અંગે સમીક્ષા કરતાં નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા તબદીલ કરાયેલી આંગણવાડીને મનરેગા હેઠળ કન્‍વરઝેશનમાં લેવાની યોગ્‍ય કાર્યવાહી કરવા, વિવિધ યોજનાઓ હેઠળ અગાઉની તેમજ ચાલુ નાણાંકીય વર્ષમાં મંજૂરી કરાયેલી આંગણવાડીઓ પૈકી પ્રગતિ હેઠળની આંગણવાડીની કામગીરીમાં ઝડપ લાવી એક માસની અંદર પુર્ણ કરવા તેમજ હજુ સુધી શરૂ કરવામાં આવી ન હોઇ તેવી આંગણવાડીની કામગીરી સોમવાર સુધીમાં શરૂ કરી દેવા જણાવ્‍યું હતું. જ્‍યારે વાયરિંગની કામગીરી બાકી છે તેવી આંગણવાડીઓની કામગીરી ૧૫ દિવસમાં પુર્ણ કરવા, આંગણવાડીઓ માટે મંજૂર થયેલા શૌચાલયની કામગીરી પણ સત્‍વરે પૂર્ણ કરવા જણાવ્‍યું હતું. આંગણવાડી માટે જમીન અંગેના પ્રશ્‍ન અંગે સબંધિત ગ્રામ પંચાયતના સરપંચ સાથે જરૂરી ચર્ચા કરી કામગીરી શરૂ કરવા તેમજ સબ સેન્‍ટર બનાવવાની કામગીરીમાં જમીનના ઈસ્‍યુ બાબતે ચર્ચા કરી જમીન ઉપલબ્‍ધ થયે જરૂરી ટી.એસ./એ.એસ. મેળવી કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું.

Next Story