Connect Gujarat
ગુજરાત

વલસાડ : જમીનમાં પગ ઠોકીને ધરતી ધ્રૂજવતા “ઘેરૈયા નૃત્ય”ની પરંપરાને જાળવી રાખતી આજની યુવા પેઢી...

બાપદાદાના સમયથી ચાલી આવતી ઘેરૈયા પરંપરા આજે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના યુવા વર્ગ દ્વારા અતૂટ રીતે કાયમ કરવામાં આવી છે.

X

બાપદાદાના સમયથી ચાલી આવતી ઘેરૈયા પરંપરા આજે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના યુવા વર્ગ દ્વારા અતૂટ રીતે કાયમ કરવામાં આવી છે. આ સાથે જ ઘેરૈયાઓ લોકોની સુખાકારી માટે સમગ્ર વર્ષ સારું વીતે તેવી શુભેચ્છાઓના ભાગરૂપે છેલ્લા ઘણા વર્ષોથી આ ઘેરૈયા નૃત્ય કરતાં આવ્યા છે.


સમય બદલાતા રીતી રીવાજો પણ બદલાતા હોય છે, અને ગામે ગામ આધુનિકતા પહોચી હોય, ત્યારે પરંપરાને વળગી રહેવું એ પણ આજના યુગમાં અચરજ પમાડે એવું છે. તેવામાં હજી પણ દક્ષીણ ગુજરાતમાં ઘેરૈયાઓને પોતાના ઘરે નૃત્ય માટે આમંત્રિત કરવામાં આવતા હોય છે, અને આ નૃત્ય કે, જે માત્ર પુરુષો જ કરતા હોય છે. તેઓ લોકોના ઘરે ઘરે જઈ મંગલ કામના કરતા હોય છે. વલસાડ જીલ્લાના ઘેરૈયાઓને લોકો ખૂબ પ્રેમથી બોલાવતા હોય છે, અને આમ પુરુષોની મંડળી માતાજીને દરેકની મંગલ કામના માટે પ્રાર્થના કરતા હોય છે. આદિવાસી પુરુષો દ્વારા ભજવાતા આ નૃત્યમાં ખૂબ જ તાકાત હોય છે, અને એમના નૃત્યથી એક અલગ જ જોમ ઉભું થતું હોય છે, જેથી વૃદ્ધોમાં પણ અલગ શક્તિનું સિંચન થાય છે.

વલસાડના આજુબાજુના ગામો ખાતે આદિવાસી ભાઈઓ દિવાળી અને નવું વર્ષ તેમજ ભાઈબીજના દિવસ સુધી સમગ્ર પંથક તથા ગામની આસપાસના ફળિયાઓમાં ફરી માતાજીના નામે ઘેરૈયા રમે છે. જોકે, આદિવાસી ભાઈઓનું કહેવું છે કે, આ ઘેરૈયા માતાજીના નામે ગવડાવવામાં આવે છે, અને આ ઘેરૈયામાં જો કોઈ માતાજીના નામની માનતા લીધેલ હોય કે, માતાજીના નામની શ્રદ્ધા હોય તો આ આદિવાસી ભાઈઓ તેમના ઘરની સામે ઘેર ગાય છે, સાથે જ આ ઘેર ગાવાથી માનતા પૂરી થયાનો પણ આભાર માનવામાં આવે છે. જમીનમાં પગ ઠોકીને જે રીતે ગોળ ગવાય છે, એનાથી ધરતી ધૂણી જાય છે, અને ખરાબ શક્તિઓ પણ ગાયબ થઈ જાય છે. આ સાથે જ આદિવાસી ભાઈઓ દ્વારા સમાજમાં કુટુંબીઓને આર્થિક પરિસ્થિતિને બદલવાના ભાગરૂપે પણ આ ગોર ગાવામાં આવતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ લોકોની સુખાકારી માટે અને આખું વર્ષ સરસ રીતે વીતે એવી શુભેચ્છાઓના ભાગરૂપે આ ઘોર નૃત્ય કરવામાં આવે છે.

Next Story