Connect Gujarat
ગુજરાત

વલસાડ : વિશ્વ સાયકલ દિને યોજાય સાયક્લોથોન, અંગદાન મહાદાનની જાગૃતિ અર્થે ઉમટ્યા શહેરીજનો…

અંગદાન મહાદાનની જાગૃતિ અર્થે સાયક્લોથોનને આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

વલસાડ : વિશ્વ સાયકલ દિને યોજાય સાયક્લોથોન, અંગદાન મહાદાનની જાગૃતિ અર્થે ઉમટ્યા શહેરીજનો…
X

વલસાડ ખાતે વિશ્વ સાયકલ દિન નિમિત્તે અંગદાન મહાદાનની જાગૃતિ અર્થે સાયક્લોથોનને આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વલસાડ શહેરમાં વિશ્વ સાયકલ દિન નિમિત્તે અંગદાન મહાદાનની જાગૃતિ માટે યોજાયેલી સાયકલોથોનને આદિજાતિ વિકાસ, અન્ન પુરવઠા વિભાગના મંત્રી નરેશ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લામાં 401 સાયકલ સવારો સાયકલોથોનમાં જોડાયા હતા. આ સાથે શહેરની નામાંકિત સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઈ હતી.

વલસાડ સર્કિટ હાઉસથી તિથલ બીચ થઈ સ્વામિનારાયણ મંદિરથી પરત રેલીનો રૂટ રાખવામાં આવ્યો હતો. વલસાડ ધારાસભ્ય ભરત પટેલ, પારડી પીઆઇ. મયુર પટેલ, જિલ્લા બાળ કલ્યાણ સમિતિ અધ્યક્ષ સોનલસોલંકી, જિલ્લા યુથ ભાજપ પ્રમુખ સ્નેહિલ દેસાઇ, ભીડ ભંજન ટ્રસ્ટના મહંત શિવજી મહારાજ સહિત વલસાડ જિલ્લાના સામાજિક સંસ્થાઓના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં સાયકલસવારો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story