Connect Gujarat
ગુજરાત

સરકારની યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવા વિવિધ મંત્રીઓને જવાબદારી સોંપાય,વાંચો કયા પ્રધાન કઈ જવાબદારી સંભાળશે

પ્રજા લક્ષી યોજનાઓના લાભ અને પ્રચાર કરીને જનતા સુધી પહોંચવા માટે ભાજપે મહાઅભિયાનની શરુઆત કરી છે.

સરકારની યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવા વિવિધ મંત્રીઓને જવાબદારી સોંપાય,વાંચો કયા પ્રધાન કઈ જવાબદારી સંભાળશે
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા મહાઅભિયાન શરુ કરવામાં આવ્યું છે. પ્રજા લક્ષી યોજનાઓના લાભ અને પ્રચાર કરીને જનતા સુધી પહોંચવા માટે ભાજપે મહાઅભિયાનની શરુઆત કરી છે. સરકારી યોજના અને સરકારની ઉત્તમ કામગીરીથી દરેક મતદાર વાકેફ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરુઆત 7 એપ્રિલ એટલે કે આજથી શરુ થઇને 20 એપ્રિલ સુધી સામાજિક ન્યાય પખવાડિયું યોજાશે.એટલે કે હજી તો ચૂંટણીની તારીખો જાહેર થઇ નથી પરંતુ ભાજપે પ્રજાને આકર્ષવા માટેની કામગીરી શરુ કરી દીધી છે. જે માટે ભાજપના નેતાઓ અને મંત્રીઓને પણ કામગીરી સોંપાઇ છે.

સામાજિક ન્યાય પખવાડિયામાં ગરીબો, ખેડૂતો અને કલ્યાણકારી યોજનાઓને પ્રાધાન્ય અપાશે. સરકારી યોજના અને જનતાને થતા લાભ અંગેની તમામ માહિતીઓ જિલ્લા અને તાલુકા કક્ષા સુધી પહોંચે તે માટે દરરોજ કાર્યક્રમ યોજવા સૂચન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે ગ્રાઉન્ડ પર ઇન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે. સરકાર અને સંગઠનના હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. આયુષ્યમાન કાર્ડ યોજના લોકો સુધી પહોંચે તે માટે ઋષિકેશ પટેલને જવાબદારી સોંપાઇછે તો કારોબારી સભ્ય અનિલ પટેલ અને ડૉક્ટર સેલના ધર્મેન્દ્ર ગજ્જરને પણ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે PM આવાસ યોજના લોકો સુધી પહોંચાડવા વીનુ મોરડીયાને જવાબદારી સોંપાઈ છે. નલ સે જલ યોજનાની લોકો સુધી પહોંચાડવા મંત્રી જીતુ ચૌધરી અને વિજય પુરોહિતને જવાબદારી આપવામાં આવી છે.PM કિસાન યોજના લોકો સુધી પહોંચે તેમ માટે મંત્રી રાઘવજી પટેલ અને હિતેશ પટેલને જવાબદારી સોંપાઇ છે.

Next Story