Connect Gujarat
ગુજરાત

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 16 જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 16 જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે
X

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે આવતીકાલે સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે.16 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 22 જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદ વરસી શકે છે.22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભારમાં વરસાદ થઇ શકે છે. સાથે 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવતીકાલે સાર્વત્રિક વરસાદ પડશે. આ સાથે 16 જુલાઈથી વરસાદનું જોર ઘટશે તો સાથે 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે.22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે 24 જુલાઈથી 26 જુલાઈ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મત મુજબ જો 20 જુલાઇ બાદ ભારે વરસાદ આવે તો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે, રાજ્યમાં સતત વરસાદને લઈ કેટલાક જિલ્લાઑમાં કૃષિ પાકને મોટું નુકશાન પહોંચ્યું છે. આ તરફ હવે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદન આગાહી કરી છે.

Next Story
Share it