/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2015/12/woman.png)
હાલમાં બેટી બચાવો, બેટી પઢાવો, પર ભાર મુકવામાં આવી રહયો છે અને લોકજાગૃતતા અર્થે વિવિધ પ્રયત્નો પણ થઇ રહ્યા છે. જો કે વાસ્તવિકતા એ છે કે શાળામાં ભણવાની અને ખિલખિલાટ કરવાની ઉંમરમાં જ ઘણી દીકરીઓએ પરિવારનો સહારો બનવું પડે છે, બે મોઢાની વાતો કરતા નેતાઓ નજીવી બાબતોને વિવાદનો મુદ્દો બનાવી દે છે, અને કહેવાતા સમાજ સુધારકો આંદોલનો કરીને કાગારોળ કરતા હોય છે. પરંતુ જીવનની સાચી વાસ્તવિકતા સામે કયારેય કોઇ સહિષ્ણુ બનતા નથી.
પરિવારજનો ની ભૂખ ને તૃપ્ત કરવા માટે દોરડા પર હાથમાં વાંસ તેમજ માથે નાની મટકાઓની હાર મુકીને એક બાળા કરતબ કરી રહી હતી. ત્યારે જોનારાઓની આંખો એક નજરે જ ચિત્ત થઇ ગઇ હતી, ત્યારે ગાડરીયા પ્રવાહની માફક એકબીજા પર દોષારોપણ કરતા રાજકારણીઓએ સાચે જ જો કોઇ સારૂ કાર્ય કરવુ હોય તો સહજ ૭ થી ૮ વર્ષની આવી બાળાઓએ કુટુંબનો ટેકો બનવાને બદલે તેઓનું જીવન ધોરણ સુધરે તે દિશામાં કામ કરે તેવી લાગણી લોકો વ્યકત કરી રહ્યા છે.