Connect Gujarat
ગુજરાત

ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલની ગુજરાત વિધાનસભાના પ્રવક્તા તરીકે નિમણુક કરાઈ

ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલની ગુજરાત વિધાનસભાના પ્રવક્તા તરીકે નિમણુક કરાઈ
X

ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધાન સભાનાં પ્રવક્તા તરીકે નિમણુક કરવામાં આવ્યા છે, આ નિમણુક થી સૌ કાર્યકર્તા ઓમાં અને ભરૂચ ની પ્રજા માં આનંદની લાગણી છવાય ગઈ છે. ભરૂચ વિધાનસભાની બેઠક પરથી સતત બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી વિજેતા બનનાર દુષ્યંતભાઈ પટેલ ખુબજ મળતાવળા સ્વભાવના અને પ્રસંગ અનુરૂપ ઉદ્ધબોધન કરી સૌકોઈની ચાહના મેળવી છે. યુવાનો માટે પણ પ્રેરણારૂપ દુષ્યંતભાઈ પટેલને ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાનાં પ્રવક્તા તરીકે ની નિમણુક કરતા ભરૂચ જીલ્લા ભાજપના હોદેદારો, કાર્યકર્તા અને તેમના મિત્રગણમાં આંદની લાગણી પ્રસરી ગઈ છે.

ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની સાથે જીતુભાઈ વાઘાણી અને નીમાબેન અાચાર્યને પણ વિધાનસભા ના પ્રવક્તા પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Next Story