મહા શિવરાત્રી પર્વમા ભક્તો શિવ ભક્તિ માં લીન બન્યા.
BY Connect Gujarat7 March 2016 7:28 AM GMT

X
Connect Gujarat7 March 2016 7:28 AM GMT
મહા શિવરાત્રીના પાવન અવસર નિમિતે શિવ ભક્તો શિવ આરાધના માં મગ્ન બન્યા છે.વહેલી સવાર થી જ શિવાલયો હર હર મહાદેવ ના ગગન ચુમ્બી નારાઓથી ગુંજી ઉઠ્યા છે.શિવાલયો માં શિવ વંદના,લઘુ રુદ્રી,શ્રી સૂક્તમ,મહા મૃત્યુંજય મંત્ર,સહીત ના ધર્મ ભીના કાર્યક્રમો થકી શ્રધ્ધાળુઓ શિવ ભક્તિમાં તરબોળ થયા છે.
ભક્તોએ શિવલિંગ પર બિલ્વપત્ર,ધતુરાનું ફૂલ,દૂધ,શેરડી નો રસ,પાણી સહીત પૂજન સામગ્રીઓનો અભિષેક કરીને શિવ ભક્તોએ ધન્યતા અનુભવી રહ્યા છે.ઉપરાંત શિવાલયો માં તૈયાર કરવામાં આવેલા ભરફના શિવલિંગ તેમજ ઘી ના કમળ તથા બાર જ્યોતિર્લીંગ ની પ્રતિકૃતિ ના દર્શન નો લાહવો પણ ભક્તો લઇ રહ્યા છે.

Next Story