હાંસોટઃ વમલેશ્વર ખાતે પરિક્રમાવાસીઓ માટે 2.60 કરોડનાં ખર્ચે નિર્માણ પામશે 'રેવાધામ'

New Update
હાંસોટઃ વમલેશ્વર ખાતે પરિક્રમાવાસીઓ માટે 2.60 કરોડનાં ખર્ચે નિર્માણ પામશે 'રેવાધામ'

નર્મદાની પરિક્રમા અર્થે આવતા અંદાજે એક લાખ પરિક્રમાવાસીઓ વર્ષ દરમિયાન આ ભવનનો ઉપયોગ કરશે

Advertisment

નર્મદા પરિક્રમા માટે આવતાં પરિક્રમાવાસીઓ માટે નર્મદાનાં સંગમ સ્થળે રોકાવા માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ નહોતી. જે સંદર્ભે રાજ્ય સરકારમાં થયેલી રજૂઆતનાં પગલે આખરે વમલેશ્વર ખાતે રેવા ભવનનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવાસન વિભાગે 2.60 કરોડ રૂપિયા ફાળવતાં આજરોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે રેવા ભવનનાં નિર્માણ માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

પ્રતિવર્ષ પવિત્ર નર્મદાની પરિક્રમા અર્થે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તેમને હાંસોટ તાલુકાનાં વમલેશ્વર ગામ પાસેથી પેલે પાર જવાનું હોય છે. અહીં વિશ્ચામ માટેની કોઈ જ સુવિધા ઉપલબ્ધ નહોતી. આખરે આ બાબતને સરકારે ધ્યાન ઉપર લેતાં થોડા સમય પહેલાં ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ મૂલાકાત પણ કરવામાં આવી હતી. હવે રાજ્ય સરકારનાં પ્રવાસન વિભાગ દ્વારા અહીં અદ્યતન ધર્મશાળા બનાવવાનું નક્કિ કરવામાં આવ્યું છે. અને તેના માટે રૂપિયા 2.60 કરોડનું ફંડ ફાળવ્યું છે. જે અંતર્ગત આજરોત સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે રેવા ભવનના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

આ ભવનનાં નિર્માણ પછી પ્રતિ વર્ષ અંદાજે એક લાખ જેટલાં પરિક્રમાવાસીઓ આ ભવનનો લાભ લઈ શકશે. રેવા ભવનનાં ભૂમિપૂજન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર રવિકુમાર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારી, ગુમાનદેવ મંદિરનાં મહંત સહીત અન્ય મહાનુભાવો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.