Connect Gujarat
ગુજરાત

પાટીદાર અનામત આંદોલન સમિતિનાં હાર્કિદ પટેલ સહિત ત્રણને 2 વર્ષની સજા

પાટીદાર અનામત આંદોલન સમિતિનાં હાર્કિદ પટેલ સહિત ત્રણને 2 વર્ષની સજા
X

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન વિસનગરમાં હિંસા થતાં નોંધાયી હતી ફરિયાદ

પાટીદાર અનામત આંદોલનની શરૂઆત ઉત્તર ગુજરાતનાં વિસનગરથી થઈ હતી. 23 જુલાઇ 2015નાં રોજ વિસનગરમાં નીકળેલી રેલી બાદ તોફાનો પાટી નીકળ્યા હતા. જે કેસની આજે મુદ્દત હતી. કોર્ટે ચુકાદો સંભળાવતાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને 2 વર્ષની સજા સંભળાવી હતી. દોષીતોને ૫૦ હજારનો દંડ ભરવા વિસનગર કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે ચૂકાદો આવવાની શક્યતાઓને લઈને કોર્ટમાં જતાં પહેલાં ફેસબુક લાઈવ કરીને સમર્થકોને શાંતિ જાળવજો તેમ જણાવ્યું હતું.

વર્ષ 2015 વિસનગરમાં પાટદાર અનામત આંદોલનને લઈને રેલી નીકળતાં હિંસા ફાટી નીકળી હતી. રેલી બાદ ધારાસભ્ય કાર્યાલય સહિતના તોડફોડ કેસમાં શહેર પોલીસ મથકે પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.ના લાલજી પટેલ સહિત સ્થાનિક પાટીદાર આગેવાનો સહિત 17 વિરુધ્ધ ગુનો દાખલ થયો હતો. જે ગુનો અનામત આંદોલનનો રાજ્યમાં પ્રથમ ગુનો હતો. જે કેસ હાલમાં ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં સાક્ષીઓની જુબાની, ફાઇનલ સ્ટેટમેન્ટ સહિતની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બાદમાં આજે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ, એ કે પટેલને રાયોટિંગના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા અને ત્રણેયને 2 વર્ષની સજા સંભળાવી હતી. સાથો સાથ દોષીતોને ૫૦ હજારનો દંડ ભરવા વિસનગર કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો.

Next Story