Connect Gujarat
આરોગ્ય 

ફ્રૂટ જ્યુસની સાથે દવાઓ લેવાની ટેવ હોય તો આ જાણી લેજો, નહીંતર થઈ શકે છે નુકસાન

મોટાભાગના લોકો દવા ખાવા માટે જ્યુસનો ઉપયોગ કરે છે. જો કે જ્યુસ સાથે દવા લેનારા લોકોએ સંતર્ક રહેવુ જોઈએ. કારણકે આ ખતરનાક હોઇ શકે છે.

ફ્રૂટ જ્યુસની સાથે દવાઓ લેવાની ટેવ હોય તો આ જાણી લેજો, નહીંતર થઈ શકે છે નુકસાન
X

મોટાભાગના લોકો દવા ખાવા માટે જ્યુસનો ઉપયોગ કરે છે. જો કે જ્યુસ સાથે દવા લેનારા લોકોએ સંતર્ક રહેવુ જોઈએ. કારણકે આ ખતરનાક હોઇ શકે છે. બધા ફળના જ્યુસ સાથે દવા ના લેવી જોઈએ. જો આ તમારી આદત છે તો તેને તાત્કાલિક બદલો.

• જ્યુસ સાથે દવા ના લેવી જોઈએ

• જો જ્યુસ સાથે દવા લેવાની આદત હોય તો આજે જ બદલી નાખજો

• સફરજનના જ્યુસની સાથે દવા લેવી તમારા માટે ઘાતક નિવડશે

દ્રાક્ષના જ્યુસની સાથે દવા ના લેશો:


ક્યારેક-ક્યારેક જ્યુસની સાથે દવા લેવાથી તેની અસર ઘટી જાય છે. નિષ્ણાંતનું માનવુ છે કે ફ્રૂટ જ્યુસની સાથે દવા લેવાથી ક્યારેક-ક્યારેક એલર્જી પણ હોઇ શકે છે. એવામાં દ્રાક્ષ, નારંગી અને ક્યારેક સફરજનના જ્યુસની સાથે દવા લેવી તમારા માટે ઘાતક નિવડી શકે છે. એવુ કહેવામાં આવે છે કે દ્રાક્ષનું જ્યુસ બ્લડ ફ્લોમાં જતી દવાઓની માત્રાને ઘટાડી દે છે. તેથી બ્લડ પ્રેશર અને હાર્ટની બિમારીઓથી પીડિત દર્દીઓને દ્રાક્ષનું જ્યુસના પીવાની ચેતવણી આપવામાં આવે છે.

શરીરને થઇ શકે નુકસાન

નારંગી, સફરજનનુ જ્યુસ કેન્સરની દવાઓ સિવાય એન્ટી બાયોટિક્સની અસર પણ ઘટાડી નાખે છે. સંશોધનમાં દ્રાક્ષના જ્યુસની સાથે દવા લેવાથી જોવામાં આવ્યું છે કે ફક્ત અડધી દવા શરીરમાં જઇ શકે. જ્યુસ દવાને શોષી લેવાની ક્ષમતાને ઘટાડી દે છે.

પાણીની સાથે લો દવા

દવાને વધુ પાણી અથવા એક ગ્લાસ પાણીની સાથે લો. પાણીની સાથે દવા લેવી સૌથી સુરક્ષિત છે. થોડા પાણીની સાથે દવા લેવાથી આ શરીરમાં બરોબર ઓગળતી નથી. તેથી વધુ પાણી સાથે પીવાથી દવા સરળતાથી ઓગળી જાય છે. ઠંડા પાણી સાથે પણ દવા ના લેવી જોઈએ.

Next Story