Connect Gujarat
આરોગ્ય 

લાંબો સમય સુધી એકધારું બેસવું સ્વાસ્થ્ય માટે જોખમી, થઈ શકે આ ગંભીર બીમારીઓ....

લાંબો સમય સુધી એકધારું બેસવું સ્વાસ્થ્ય માટે જોખમી, થઈ શકે આ ગંભીર બીમારીઓ....
X

સામાન્ય રીતે આજ કલ બેઠાડું જીવન લોકો માટે સામાન્ય બની ગયું છે. જેમાં ઘણા લોકો તેમના ડેસ્ક પર, સ્ક્રીનની સામે લાંબા સમય સુધી બેઠા રહેવું, સતત બેસીને ટીવી જોયા કરવું કે અહી ત્યાં લાંબો સમય સુધી બેસી રહેવું અને સતત કામ કરતાં રહે છે.આવું કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક બીમારીઓ થઈ શકે છે. વાસ્તવમાં જ્યારે આપણે સતત એકધારું બેઠા રહીએ છીએ ત્યારે આપણા શરીરમાં કેલરી સંગ્રહિત થાય છે અને તે કેલેરી સ્નાયુઓ અને હાડકાઓને નબળા પડી ડે છે. ત્યારે નિષ્ણાંત કહે છે કે જો કોઈ લોકો આવું કરે છે તો તે એક પ્રકારના ધૂમ્રપાન જેટલું જ ખતરનાક છે. ચાલો જાણીએ કે લાંબા સમય સુધી બેસી રહેવાથી શું નુકશાન થાય છે.

1. હાઇ બ્લડ પ્રેસર

લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીરના અનેક ભાગોને નુકશાન થાય છે. હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા થઈ શકે છે અને કોલેસ્ટ્રોલ વધી શકે છે. જે લોકો લાંબો સમય સુધી બેસી રહે છે તે લોકોને આ રોગો થવાની શક્યતા બમણી થઈ જાય છે.

2. હદય અને ફેફસાના રોગ

લાંબા સમય સુધી બેસીને કામ કરવું મોંઘું પડી શકે છે. લાંબા કલાકો સુધી બેસીઓને કામ કરવાથી તમારા ફેફસા અને શરીરના અન્ય ભાગોમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. આનાથી તમારા ફેફસામાં લોહી ગંઠાવાનું ચાન્સ વધી જાય છે. તે તમારા હદય પર પણ ખરાબ અસર કરે છે. વધુ બેસીને કામ કરવાને કારણે હાર્ટ પ્રોબ્લેમ થવાની સકયતા વધી જાય છે.

3. આંતરડાના કેન્સરનો ખતરો

અભ્યાસ અનુસાર લાંબા સમય સુધી બેસી રહેવાથી આંતરડાનું કેન્સર કે કોલન કેન્સર થવાની શક્યતા વધી જાય છે. આટલું જ નહીં કેટલાક કારણોસર બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો પણ વધી જાય છે.

4. સ્નાયુઓમાં નબળાઈ

ઘણી વાર લાંબા સમય સુધી બેસવાથી પિઠ અને પેટના સ્નાયુઓ ઢીલા પડે છે. હિપ્સ અને પગના સ્નાયુઓ નબળા પાડવા લાગે છે. લાંબો સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાથી તમારી કરોડરજ્જૂ સંપૂર્ણપણે સીધી નથી રહી શકતી.

5. સંધિવા

લાંબા સમય સુધી બેસી રહેવાથી લોકોનું વજન પણ વધે છે અને પરિણામે હિપ અને તેના નીચેના અંગોના હાડકાં નબળા પડી જાય છે. ઓછી સક્રિયતાના કારણે ઓસ્ટીયોપોરોસીસ એટલે કે આર્થરાઈટીસ જેવી બીમારીઓ સામાન્ય બની રહી છે.

6. મગજ પર અસર

લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ મગજ પર અસર થાય છે. તેની કામ કરવાની ક્ષમતા પર અસર થાય છે અને તે ખૂબ જ ધીમી પડી જાય છે. સ્નાયુઓના સક્રિય થવાથી મગજમાં લોહી અને ઓક્સિજનની પૂરતી માત્રા પહોંચે છે, જેના કારણે મગજમાં આવા રસાયણો બને છે જે તેને સક્રિય બનાવે છે. પરંતુ જો આમ ન થાય તો તે મન માટે ખતરનાક બની શકે છે.

7. સ્થૂળતા/જાડાપણું વધી જાય છે

લાંબા સમય સુધી બેસવું એ ઘણીવાર બેઠાડુ જીવનશૈલી સાથે સંકળાયેલું હોય છે જે વજનમાં વધારો અને સ્થૂળતા તરફ દોરી શકે છે. વધારે વજન વધવાથી હૃદય પર વધારાનું દબાણ પડે છે, જેનાથી હૃદય રોગ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસનું જોખમ વધે છે. રોજિંદી કસરત, બેસવાનો સમય ઘટાડવાની સાથે, વજનને નિયંત્રિત કરવામાં અને સમગ્ર હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે.

Next Story