Connect Gujarat
આરોગ્ય 

આંખના નંબર ફટાફટ ઉતરી જશે જો ડાયટમાં સામેલ કરશો આ ફૂડ, ચશ્મા પહેરવાની પણ નહીં પડે જરૂર....

આજના સમયમાં નાની નાની ઉંમરના બાળકોને આંખના નંબર આવી જતાં હોય છે. કારક કે નાની ઉંમરથી જ લોકો ખાવા પીવામાં ધ્યાન નથી

આંખના નંબર ફટાફટ ઉતરી જશે જો ડાયટમાં સામેલ કરશો આ ફૂડ, ચશ્મા પહેરવાની પણ નહીં પડે જરૂર....
X

આજના સમયમાં નાની નાની ઉંમરના બાળકોને આંખના નંબર આવી જતાં હોય છે. કારક કે નાની ઉંમરથી જ લોકો ખાવા પીવામાં ધ્યાન નથી આપતા આથી જ નાના બાળકો પણ અત્યારે ચશ્મા પહેરતા થઈ ગયા છે. કેટલાક લોકોને ચશ્માના નંબર સતત વધતાં રહે છે, જેના કારણે લોકોને ફરજિયાત ચશ્મા પહેરી રાખવા પડે છે, અમુક લોકોને તો રોજ ચશ્મા પહેરવા ગમતા પણ નથી છતાં પહેરવા પડે છે જો આવું તમારી સાથે ના થાય એ માટે તમે અત્યારથી જ તમારા આહારમાં કેટલીક વસ્તુઓને સામેલ કરી દો. તો તેનાથી તમારી આંખની દ્રષ્ટિ સુધરશે. તો ચાલો જાણીએ કે શું ખાવાથી તમારા આંખના નંબર દૂર થાય છે અને આંખીની રોશની તેજ થાય છે.

1. ખાટા ફળ : આંખો માટે વિટામિન સી ખુજ મહત્વનુ છે. અને ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમા હોય છે. આ વિટામીન્સ આંખો માટે જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આંખો અને તમારા સ્વાસ્થને સ્વસ્થ રાખવા માટે તમે તમે ડાયટમાં સંતરા, લીંબુ, જામફળ અને દ્રાક્ષ સામેલ કરી શકો છો.

2. વિવિધ બી : ઘણા પ્રકારના સિડ્સમાંથી ઓમેગા 3, ફેટી એસિડ અને વિટામીન્સ e મળે છે. આ બીજ આંખો માટે ખૂબ જ સારા ગણાઈ છે. તેના માટે તમે ચિયા સીડ્સ, પંપકિન સીડ્સ અને અળસી વગેરેનું સેવન કરી શકો છો.

3. લીલા પાંદળાવાળા શાકભાજી : લીલા પાંદળાવાળા શાકભાજી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલા શાકભાજીમાં વિટામિન સી અને લ્યુટિન આવેલા હોય છે. જે આંખો માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.

4. ડ્રાઈફ્રૂટ્સ અને કઠોળ : ડ્રાઈફ્રૂટ્સમાં ઓમેગા 3 જેવા હેલ્ધી ફેટી એસિડ આવેલા હોય છે. તેનાથી વિટામિન ઇ પણ મળશે અને તે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. વિટામિન ઇ આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આથી જ કાજુ, નટ્સ, અખરોટ અને મગફળીનું સેવન કરવું જોઈએ.

5. માછલી : માછલી ઓમેગા 3 ફેટી એસિદનો સારો એવો સ્ત્રોત છે. તંદુરસ્ત આંખો માટે ટ્રાઉન, સારડીન જેવી ફિશનો ભોજનમાં સમાવેશ કરવો જોઈએ.

Next Story