Connect Gujarat
આરોગ્ય 

લિવરને કાયમી માટે હેલ્ધી રાખવા કરો આ ફ્રૂટનુ સેવન, ક્યારેય નહીં પડે લિવરને તકલીફ......

લીવર આપણા શરીર માટે ખૂબ જ મહત્વનુ અંગ છે. તે શરીરની અંદર 500 ગણું વધારે કામ કરે છે.

લિવરને કાયમી માટે હેલ્ધી રાખવા કરો આ ફ્રૂટનુ સેવન, ક્યારેય નહીં પડે લિવરને તકલીફ......
X

લીવર આપણા શરીર માટે ખૂબ જ મહત્વનુ અંગ છે. તે શરીરની અંદર 500 ગણું વધારે કામ કરે છે. લીવર આપણાં શરીરના કેટલાક હાનિકારક ટોકસીનને આપણાં શરીર માંથી બહાર ફેંકી દે છે. તેની સાથે જ લિવર પ્રોટીન, મિનિરલ્સ, હાર્મોન, એંઝાઈમ અને કોલેસ્ટ્રોલના પ્રોડક્શનનો ભાગ હોય છે. લિવર અમુક મિનિરલ્સ, વિટામિન એ અને આયર્નનો સ્ટોરેજ પણ કરે છે. આ જ કારણ છે કે, લિવરને આપણા શરીરની ફેક્ટ્રી કહેવાય છે. એક્સપર્ટનું માનીએ તો, લિવરને મજબૂત બનાવવા માટે નેચરલ વસ્તુઓનું સેવન સૌથી વધારે ફાયદાકારક હોય છે. અહીં તેનું લિસ્ટ આપવામાં આવ્યું છે.

બ્લૂબેરી, ક્રેનબરી

બ્લૂબેરી અને ક્રેનબેરીમાં એંથોસાયનિન અને એન્ટીઓક્સિડેંટ્સ હોય છે. એક અહેવાલ અનુસાર બ્લૂબેરીમાં રહેલા આ બંને એન્ટીઓક્સિડેંટ્સ પણ લિવરના હેલ્થને મજબૂત કરે છે. બ્લૂબેરીના નિયમિત સેવનથી લિવરમાં ફાઈબ્રોસિસ નથી હોતું. લિવર માટે ફાઈબ્રોસિસ ખૂબ જ મોટી બીમારી છે. બ્લૂબેરી અથવા ક્રેનબેરીનું સેવન કુદરતી રીતે લિવરને મજબૂત બનાવે છે.

ચકોતરુ

ચકોતરુ વિટામીન સીનો ખજાનો છે. ચકોતરામાં મુખ્ય રીતે બે એન્ટીઓક્સિડેંટ્સ હોય છે. નેરેનિઝેનિન અને નારિનઝીન. આ એન્ટીઓક્સિડેંટ્સ નેચરલ રીતે લિવરની ક્ષમતાને વધારે છે. ચકોતરા એન્ટી ઈંફ્લામેટરી પણ હોય છે. એટલા માટે લિવરમાં ઈંઝ્યૂરી થવા પર તરત ઘાને ભરવામાં મદદ કરે છે.

લીલી હળદર

હળદરમાં ઔષધીય ગુણનો ખજાનો છુપાયેલો છે. હળદરમાં કરક્યૂમિન કંપાઉડ હોય છે. જે લિવરને કુદરતી રીતે સાફ કરવામાં મદદ કરે છે. હળદર એંઝાઈમ બૂસ્ટરનું પણ કામ કરે છે. જેનાથી ભોજનની સાથે પેટની અંદર ગયેલા ટોક્સિનને બહાર કાઢવામાં મદદ મળે છે. તેનાથી લિવર પર ઓછું પ્રેશર પડે છે અને લિવરને તંદુરસ્ત રાખે છે.

લીંબૂ

લીંબૂમાં વિટામિન સી ભરપૂર હોય છે. લીંબૂ લિવર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સસ્તુ અને દરેક જગ્યાએ સરળતાથી મળી જતું ફળ છે. લીંબૂ લિવરને સાફ કરે છે. લીંબૂને રોજ સવારે હૂંફાળા પાણી સાથે પીવું જોઈએ. તેનાથી લિર કિડની હેલ્ધી રહે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે.

આંબળા

આંબળા પણ સાઈટ્રેસ ફ્રુટ છે. એટલે કે, તેમાં વિટામિન સી ભરપૂર હોય છે. લિવરને સાફ કરવા માટે આંબળાનો જ્યૂસ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડેંટ્સ શરીરની અંદરથી ટોક્સિનને ફ્લશ આઉટ કરે છે.

Next Story