Connect Gujarat
આરોગ્ય 

સંપૂર્ણ આહાર ગણાતું દૂધ બધા માટે નથી ફાયદાકારક, ઘણા લોકો બની શકે છે ગંભીર બીમારીનો શિકાર

દૂધને આપણે સંપૂર્ણ આહાર માનીએ છીએ. દુધ પીવાથી શક્તિ આવે છે, તાકાત આવે છે, હાડકાં મજબૂત થાય છે,

સંપૂર્ણ આહાર ગણાતું દૂધ બધા માટે નથી ફાયદાકારક, ઘણા લોકો બની શકે છે ગંભીર બીમારીનો શિકાર
X

દૂધને આપણે સંપૂર્ણ આહાર માનીએ છીએ. દુધ પીવાથી શક્તિ આવે છે, તાકાત આવે છે, હાડકાં મજબૂત થાય છે, એવી બાબતો આપણને નાનપણથી જ શીખવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે દૂધ પીવાથી પણ નુકશાન થાય છે. દૂધ પીવાની ટેવ હોય તો પહેલા આ બાબત જરૂરથી જાણી લેજો.

આયુર્વેદમાં કહેવામા આવે છે કે દૂધ એ આપણાં શરીર માટે નો ઉતમ ખોરાક છે. દૂધ પીવાના અનેક ફાયદાઓ છે કારક કે દૂધમાં વિટામિન A, K, B12 સાથે થાઇમીન અને નિકોટીનિક એસિડ જોવા મળે છે. આ કારણોસર તેની તુલના સંપૂર્ણ આહાર સાથે કરવામાં આવે છે.

જાણો કોના માટે દૂધ છે ઝેર સમાન

1. જે લોકોને દૂધ પીવાથી ખંજવાળ આવે તો તે લોકોએ દૂધ ના પીવું. શરીરમાં કફ,દોષ, વિકૃત હોવાના કારણે ખંજવાળ આવતી હોય છે. આ સિવાય જો શરીરમાં આમવાત હોય તો પણ દૂધ પચતું નથી. આ સમસ્યામાં દૂધ લેવું ઝેર સમાન છે.

2. જે લોકો કમળો અને મરડા થી પીડિત હોય તે લોકોએ ભૂલથી પણ દૂધના લેવું. તેનાથી તમારી સમસ્યાઓ વધી શકે છે. તેમજ સાંધામાં સોજો આવી શકે છે. જે લોકો વધુ દૂધ પીવે છે તેને લિવરમાં પણ સોજો આવવાની સંભાવના વધી શકે છે.

3. ફેટી લીવર અને ફેટી એસિડ આજકાલ સામાની બન્યું છે. જે લોકોને આ સમસ્યા હોય તે લોકોએ દૂધ થી દૂર જ રહેવું. કારણ કે આવા લોકો દૂધને સરળતાથી પચાવી શકતા નથી. જે લોકો ફેટી લીવર ધરાવતા હોય તે લોકો જો પ્રોટીન વાળો વધુ ખોરાક લેશે તો તે તેના શરીર માટે અનેક સમસ્યાઓ ઉભી કરી શકે છે. જેના કારણે એસિડિટી, ગેસ , સુસ્તી, વજન વધવું કે પેટ ફૂલવું જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

4. દૂધમાં લેકટોઝ વધુ માત્રા હોય છે. જો તમે વધુ પડતું દૂધ પીઓ છો તો તે તમારું પેટ પણ બગાડી શકે છે. દૂધ પીધા પછી કેટલાક લોકોને પેટમાં ગડબડ, ફૂલવું અને ગેસ થવા લાગે છે. ડાયટિશિયનના જણાવ્યા પ્રમાણે જે લોકોને ગેસની સમસ્યા હોય તેમણે દૂધ પીવાનું ટાળવું જોઈએ.

5. દૂધની એલર્જી કેટલાક લોકોને દૂધમાં જોવા મળતા લેક્ટોઝથી એલર્જી હોય છે. આવી સ્થિતિમાં તે લોકોએ દૂધથી બચવું જોઈએ. જો તમે દૂધની એલર્જીને અવગણીને તેને પીવો છો, તો તમારી ત્વચા પર ખંજવાળ, લાલ ચકામા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, સાથે જ શરીરમાં સોજાની સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે દૂધથી થતી આ નાની-નાની સમસ્યાઓને ભૂલથી પણ નજરઅંદાજ ન કરો નહીં તો ભવિષ્યમાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે.

Next Story