Connect Gujarat
આરોગ્ય 

ચોંકાવનારો "રિપોર્ટ" : વર્ષ 2050 સુધીમાં સ્ટ્રોકના કેસમાં થઇ શકે છે 50 ટકા સુધીનો વધારો..!

સમગ્ર વિશ્વભરમાં સ્ટ્રોકનું જોખમ ખૂબ વધી રહ્યું છે. લોકોના મોત માટે સ્ટ્રોકને મુખ્ય કારણ ગણવામાં આવે છે.

ચોંકાવનારો રિપોર્ટ : વર્ષ 2050 સુધીમાં સ્ટ્રોકના કેસમાં થઇ શકે છે 50 ટકા સુધીનો વધારો..!
X

સમગ્ર વિશ્વભરમાં સ્ટ્રોકનું જોખમ ખૂબ વધી રહ્યું છે. લોકોના મોત માટે સ્ટ્રોકને મુખ્ય કારણ ગણવામાં આવે છે. તે જોતા વર્ષ 2050 સુધીમાં સ્ટ્રોકના કારણે મોત થવાના કેસમાં 50 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

વિશ્વભરમાં સ્ટ્રોકનું જોખમ ખૂબ વધી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં લોકોના મોત માટે સ્ટ્રોકને મુખ્ય કારણ ગણવામાં આવે છે. WHOન આંકડા અનુસાર વિશ્વમાં દર વર્ષે 15 મિલિયનથી વધુ લોકો સ્ટ્રોકનો શિકાર બને છે, જેમાંથી 5 મિલિયન લોકો મોતને ભેટે છે, અથવા તો વિકલાંગતાનો શિકાર બને છે. આ પહેલા માત્ર વધુ ઉંમરના લોકો જ સ્ટ્રોકનો શિકાર બનતા હતા. જોકે, હવે યુવાઓ પણ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. જે પ્રકારે વિશ્વભરમાં સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે, તે પ્રકારે વર્ષ 2050 સુધીમાં સ્ટ્રોકના કારણે મોત થવાના કેસમાં 50 ટકાનો વધારો થઈ શકે છે. સ્ટ્રોકના કારણે મોતનું જોખમ

રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, યુવા અને નિમ્ન તથા મધ્યમ આવક ધરાવતા દેશમાં સ્ટ્રોકના કેસ અને તેનું જોખમ વધી રહ્યું છે. સ્ટ્રોકના કારણે દર વર્ષે લાખો લોકો વિકલાંગતા, ડિમેંશિયા અને અન્ય આરોગ્ય સમસ્યાનું જોખમ વધુ રહે છે. જેના કારણે જીવનની ગુણવત્તા પર નકારાત્મક અસર થાય છે. યુવાઓમાં સ્ટ્રોકના જોખમમાં વધારો

આરોગ્ય નિષ્ણાંતો અનુસાર 55 વર્ષથી વધુ લોકોને સ્ટ્રોકનું જોખમ હતું. ઉપરાંત બદલાતી લાઈફસ્ટાઈલ અને આહાર સંબંધિત સમસ્યાઓમાં વધારો થતા 30-40 ઉંમરના લોકો પણ સ્ટ્રોકનો શિકાર થઈ રહ્યા છે. ઓછી ઉંમરે બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલ જેવી સમસ્યાને કારણે યુવાઓ સ્ટ્રોકનો શિકાર થઈ રહ્યા છે. તો બીજી તરફ, લાઈફસ્ટાઈલમાં સુધારો કરવો જરૂરી

સેચ્યુરેટેડ અને ટ્રાંસફેટની સાથે કોલસ્ટ્રોલથી ભરપૂર આહારનું સેવન કરવાથી સ્ટ્રોક અને હ્રદય રોગના કારણે મૃત્યુ થવાનું વધુ જોખમ રહે છે. જોકે, સ્ટ્રોકથી બચવા માટે દરરોજની આદતોમાં સુધારો કરવો જરૂરી બન્યું છે.

Next Story