Connect Gujarat
આરોગ્ય 

રોજ સવારમાં ઊઠીને પીવો કોથમીરનું પાણી, અનેક બીમારીઓમાં મળશે મોટી રાહત.....

કોથમીરના પાન અને તેને બીજ ખૂબ જ ફાયદાકારક છે. તે સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓમાં રાહત અપાવે છે.

રોજ સવારમાં ઊઠીને પીવો કોથમીરનું પાણી, અનેક બીમારીઓમાં મળશે મોટી રાહત.....
X

સવારમાં ઊઠીને ખાલી પેટે કોથમીરનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કોથમીર એક એવું સુપર ફૂડ છે જેમાં ઘણા બધા પોષકતત્વો મળી આવે છે. કોથમીરના પાન અને તેને બીજ ખૂબ જ ફાયદાકારક છે. તે સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓમાં રાહત અપાવે છે. કોથમીર પાચનશક્તિને વધારે છે. આ સિવાય તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરમાં જમા થયેલો ટોકસીન કચરાને બહાર કાઢી નાખે છે. તો ચાલો આપણે જાણીએ કોથમીરના ફાયદાઓ.....

કબજિયાત દૂર કરે છે

કોથમીરનું પાણી કબજિયાતને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે. કોથમીરમાં હાઇ ફાઈબર મળી આવે છે. જે પાચનમાં સુધારો કરે છે. કોથમીરના બીજમાં હજાર થાઇમોલ નામનું તત્વ પાચકરસના સ્ત્રાવને વધારે છે. જે કબજિયાતમાં રાહત આપે છે. સાથે જ કોથમીરના પાણીનું સેવન કરવાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધી જાય છે અને કબજિયાત જેવુ સમસ્યા દૂર થાય છે.

એસિડિટીમાં ફાયદાકારક

કોથમીરનું પાણી એસિડિટી કે પિત્તને ઓછું કરવામાં ખૂબ જ ઉપયોગી છે. કોથમીરમાં રહેલા ગુણ પેટ માટે ફાયદાકારક છે. કોથમીરનું પાણી પીવાથી પેટમાં એસિડનું સ્તર ઓછું થાય છે. આ સાથે તેનાથી એસિડિટીથી તહતી બળતરા અને દુખાવો પણ ઓછો થાય છે, કોથમીરના બીજમાં એંટીઇન્ફ્લેમેટરી ગુણ આવેલો હોય છે. જે એસિડિટીના કારણે થતી મુશ્કેલીઓને ઓછી કરે છે.

થાઈરૉઈડમાં ફાયદાકારક

થાઇરોઈડની સમસ્યામાં કોથમીર એક પ્રાકૃતિક ઉપાયના રૂપમાં કામ કરે છે. કોથમીરના બીજ અને પાનમાં એંટીઓક્સિડેંટનો ગુણ આવેલો હોય છે. જે થાઈરૉઈડના કામને યોગ્ય બનાવવામાં મદદ કરે છે. આને તમે સવારે ખાલી પેટે પી શકો છો.

વજન ઓછું કરે છે

કોથમીરનું પાણી વજન કંટ્રોલ અને વજન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોથમીરમાં હજાર ફાઈબર પેટને ભરેલું રાખે છે. અને ભૂખને ઓછું કરે છે. આ પાચન ક્રિયાને સુધારી વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કોથમીરમાં હજાર પોલીફીનોલ એંટી ઓક્સિડેટ્સ હોય છે. જે ચરબીને ઓગાળવામાં મદદ કરે છે.

Next Story