Connect Gujarat
આરોગ્ય 

ફોરેનર્સ કેમ લે છે સનબાથ? જાણો શું છે સનબાથ લેવાના ફાયદા.....

સૌથી વધુ સનબાથ ફોરેનર્સ લોકો લે છે. શિયાળામાં સૌથી વધુ બેસ્ટ ટાઈમ હોય છે સનબાથ લેવાનો. કળકળતી ઠંડીમાં સનબાથ લેવું કોને ના ગમે.

ફોરેનર્સ કેમ લે છે સનબાથ? જાણો શું છે સનબાથ લેવાના ફાયદા.....
X

સૌથી વધુ સનબાથ ફોરેનર્સ લોકો લે છે. શિયાળામાં સૌથી વધુ બેસ્ટ ટાઈમ હોય છે સનબાથ લેવાનો. કળકળતી ઠંડીમાં સનબાથ લેવું કોને ના ગમે. પરિવારના દરેક સભ્યો તડકામાં બેસીને સમય પસાર કરે તે અલગ બાબત છે, પરંતુ કેટલાક લોકો તડકામાં બેસવાનું ટાળે છે. તેમણે લાગે છે કે તડકામાં બેસવાથી તેમની ત્વચા કાળી પડી જાય છે. તેથી તેઓ તેમનો મોટા ભાગનો સમય ઠંડીમાં વિતાવે છે. તમને જણાવી ડાઈએ કે જેમ તમારે દિવસ ભરમાં ખાવાની જરૂર હોય છે તેમ તમારે દિવસમાં એક વાર સૂર્યપ્રકાશની પણ જરૂર પડે છે. સનબાથ લેવાના અનેક ફાયદાઓ છે ચાલો તમને જણાવીએ.....

1. વિટામિન ડી આપના શરીર માટે ખૂબ જ મહત્વનુ માનવામાં આવે છે. સનબાથ લેવાથી વિટામિન ડી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેથી જ શરીરને વિટામિન ડી આપવા માટે તમે દિવસમાં 5 થી 15 મિનિટ સનબાથ લઈ શકો છો. હા પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે તડકામાં બેસતા પહેલા તમારે સનસ્ક્રીન લોશન લગાવવું જોઈએ. જો તમે તમારા શરીર પર સનસ્ક્રીન લોશન લગાવો છો. તો તડકો તમારી ત્વચા પર અસર કરશે નહીં.

2. જો તમે શિયાળામાં સનબાથ લો છો તો તમારા ચહેરા પર પણ ચમક આવશે. આ સાથે જો તમે શરદી, તાવથી પરેશાન છો તો તે પણ સનબાથ લેવાથી ઠીક થઈ જસે. સનબાથ લેવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. જે તમને અનેક રોગોથી બચાવશે.

3. તડકામાં રહેવાથી તમારા હાડકાઓ પણ મજબૂત બને છે. જ્યારે તમે તડકામાં રહો છો ત્યારે શરીરને વિટામીન ડી મળે છે. તેથી તે ઘણી રીતે ફાયદો કરે છે. અને આજ કારણ છે કે આજે પણ ગામડાઓમાં વૃધ્ધો આખો આખો દિવસ તડકામાં બેસી રહેતા હોય છે. તડકામાં બેસવાથી તમારા હાડકાં મજબૂત થશે અને સાથે સાથે તમે ફ્રેશ ફિલ કરશો પણ એક વાત નું ધ્યાન રાખવું કે વધુ સમય સુધી તડકામાં બેસવું નહીં. અડધા કલાકથી વધુ સનબાથ લેવાનું ટાળો.

4. જ્યારે તમે દુખી કે ડિપ્રેસનમાં હો ત્યારે સનબાથ લેવાથી અલગ રીતે રાહત મળે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તડકામાં રહેવાથી તમારા શરીરમાં સેરોટોનીનનું સ્તર વધે છે. જે તમારા મુદને સુધારવામાં ઘણી મદદ કરે છે. વૈજ્ઞાનિકોના માટે એવું કહેવામા આવે છે કે જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે બહારનો પ્રકાશ તેને ઠીક કરવામાં મદદ કરે છે.

5. જો તમને ખૂબ જ ઠંડી લગતી હોય તો હિટરની સામે બેસવાના બદલે તડકામાં બેસવાનું રાખો. તેનાથી તમને જબરદસ્ત ફાયદો થશે. સવારનો સમય સનબાથ લેવા માટે સારો છે. ઘણી વાર લોકો મોર્નિંગ વોક કરે છે. પરંતુ વોક કરતી વખતે જો તમને સૂર્યપ્રકાશ મળે તો સારું રહેશે. એટલા માટે 8 થી 11 વાગ્યા સુધી બહાર ફરવાનો પ્રયાસ કરો. તે તમારા વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

6. તમને જણાવી દઈએ કે ઠંડા વાતાવરણમાં શરીરને ગરમ રાખવું જરૂરી છે. તેથી તમારું શરીર ચાલવામાં અને હલનચલન કરવામાં સફળ રહે. આ સિવાય રૂમમાં સુવાના બદલે જો તમે તડકામાં સુશો તો તમને વધુ ઊંઘ આવશે. સારી ઊંઘ તમારા માનશિક તણાવને ઘટાડવામાં મદદ કરે છે. એટલા માટે ઠંડા વાતાવરણમાં સનબાથ લેવો જોઈએ. સનબાથ લેવાનો સમય 20 થી 30 મિનિટનો જ રાખવો.

Next Story