Connect Gujarat
Featured

કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થવાનું જોખમ : આજે 60,093 વ્યક્તિને વેક્સિન અપાઈ

કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થવાનું જોખમ : આજે 60,093 વ્યક્તિને વેક્સિન અપાઈ
X

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે કોરોનાના કેસમાં પણ વધારો શરૂ થઈ ગયો છે. રાજ્યમાં આજ રોજ સંક્રમણના નવા 475 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 358 દર્દી સાજા થયા છે. રાજયમાં કુલ 2,46,159 દર્દીઓને કોરોનાની રસી આપવામાં આવી છે. આમ ચૂંટણી સમાપ્ત થતાની સાથે જ રાજયમાં કોરોનાએ ફરીથી માથું ઊચકવાનું શરૂ કર્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 117,રાજકોટમાં 65,સુરતમાં 97, વડોદરામાં 94, ભાવનગરમાં 14, જામનગરમાં 11, આણંદ, કચ્છ અને મહેસાણામાં પ્રત્યેક જિલ્લામાં 7 કેસ, પંચમહાલ અને ખેડામાં 6-6 કેસ, ગાંધીનગરમાં 10, જૂનાગઢમમાં 9 કેસ, સાબરકાંઠામાં 4, મોરબીમાં 3, બોટાદ, નર્મદા, નવસારી અને વલસાડમાં પ્રત્યેક જિલ્લામાં 2 કેસ,અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, મહીસાગર, પાટણ અને પોરબંદરમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે. આમ કુલ 475 કેસ નોંધાવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલમાં 2638 એક્ટિવ કેસ છે. આ પૈકીના 39 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 2599 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં કુલ 2,64, 195 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે આજે એક દર્દીનું વધારે મોત નોંધાતા કુલ 4412 દર્દીઓનાં મોત થયા છે.

રાજ્યમાં આજે 45-60 વર્ષની વયના ગંભીર બિમારી ધરાવતા કુલ 60,093 દર્દીઓને કોરોનાની રસી આપવામાં આવી છે જ્યારે અત્યારસુધીમાં રાજ્યમાં 10,04,777 વ્યક્તિઓને વેક્સિનનો પ્રથમ ડૉઝ આપવામાં આવ્યો છે. જ્યારે કુલ 2,17, 779 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

Next Story