Connect Gujarat
દેશ

સંસદ ગૃહની કાર્યવાહીમાં પેગાસસ જાસુસી

કૃષિ કાયદો અને મોંઘવારી મુદ્દે વિપક્ષ દ્વારા સતત હોબાળો.

સંસદ ગૃહની કાર્યવાહીમાં પેગાસસ જાસુસી
X

સંસદની કાર્યવાહી દરમ્યાન વિપક્ષ દ્વારા ગૃહમાં સતત હોબાળો કરવામાં આવી રહ્યો છે. સંસદમાં પેગાસસ જાસુસી મુદ્દે, કૃષિ કાયદો અને મોંઘવારી જેવા મુદ્દાઓને લઈને સતત હોબાળો ચાલી રહ્યો છે. જેના કારણે સંસદની કાર્યવાહી ચાલી જ નથી રહી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર સાથે બીજેપીની પાર્લામેન્ટ્રી મીટિંગમાં પોતાના સંબોધનમાં આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ જાણી જોઈને કાર્યવાહીમાં વિઘ્ન ઉભું કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપી સાંસદોને જણાવ્યુ છે કે, સંસદની કાર્યવાહી દરમ્યાન કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓના આવા વ્યવહારને મીડિયા તેમજ દેશની જનતા સામે ઉઘાડા પાડવા જોઈએ. તો સાથે જ ગત સપ્તાહમાં સર્વપક્ષની બેઠક વેળા કોંગ્રેસને બોયકોટ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ પક્ષ બીજા પક્ષોને પણ બેઠકમાં સામેલ થતાં રોકી રહ્યું છે. ગત સપ્તાહે કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા માટે એક સર્વપત્રીય બેઠક પણ બોલાવી હતી.

જોકે, તા. 18 જુલાઈએ પેગાસસ વિવાદ સામે આવતા સંસદમાં કાર્યવાહી થંભી છે. તો તૃણમૂલ સાંસદે આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવના હાથમાંથી ડોક્યુમેન્ટ છીનવી ફાડીને ફેંકી દીધા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા હતા. તો સાથે જ અકાળી દળ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ ખેડૂતોના મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની માંગણી કરી હતી.

Next Story