Connect Gujarat
દેશ

અરૂણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, ભૂકંપની તીવ્રતા 4.9 નોંધાઇ

અરૂણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, ભૂકંપની તીવ્રતા 4.9 નોંધાઇ
X

અરુણાચલ પ્રદેશમાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.. નેશન સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. હાલમાં કોઈ પ્રકારના જાનમાલને નુક્સાન થવાની સૂચના નથી. આની પહેલા પૂર્વોત્તર ભારતમાં રવિવાર અને સોમવાર દરમિયાનાની રાતે 12.30 વાગે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 અને 3.8 આંકવામાં આવી હતી. એનસીએસના અનુસાર મોડી રાતે 2.11 વાગે ભૂકંપનું કેન્દ્ર આસામના કછાર જિલ્લામાં 35 કિલોમીટર જમીનની નીચે હતુ. 3.8 તીવ્રતા વાળો બીજો આંચકો મોડી રાતે 2.39 વાગે આવ્યો. જેનું કેન્દ્ર મણિપુરના કાંગપોકપી વિસ્તારમાં 20 કિલોમીટરની ઉંડાઈ પર હતુ.

Next Story