Connect Gujarat
દેશ

ગત 24 કલાકમાં કોરોનાના 8 હજાર નવા કેસ, એક્ટિવ કેસમાં ઘટાડો પણ ઓમિક્રોનના કેસમાં વધારો નોંધાયો

ભારતમાં ગત 24 કલાકમાં 7992 નવા મામલા સામે આવ્યા છે. મહામારીના 9265 દર્દી સાજા થયા છે. ત્યારે 393 દર્દીના મોત થયા છે.

ગત 24 કલાકમાં કોરોનાના 8 હજાર નવા કેસ, એક્ટિવ કેસમાં ઘટાડો પણ ઓમિક્રોનના કેસમાં વધારો નોંધાયો
X

ભારતમાં ગત 24 કલાકમાં 7992 નવા મામલા સામે આવ્યા છે. મહામારીના 9265 દર્દી સાજા થયા છે. ત્યારે 393 દર્દીના મોત થયા છે. આ સાથે દેશમાં કોરનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 93, 277 થઈ ગઈ છે. ગત 559 દિવસમાં આ સૌથી ઓછા છે. સ્વસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશમાં અત્યાર સુધીમાં 131.99 કરોડ રસીના ડોઝ આપ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા મુજબ 24 કલાકના સમયમાં સક્રિય મામલાની સંખ્યામાં 1666 મામલાનો ઘટાડો નોંધાયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.64 ટકા નોંધાયો છે અને આ ગત 68 દિવસના 2 ટકાથી પણ ઓછો છે. મંત્રાલય અનુસાર અઠવાડિક પોઝિટિવિટી રેટ 0.71 ટકા નોંધાયો છે અને આ ગત 27 દિવસથી 1 ટકાની નીચે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બિમારીથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3, 41, 14, 331 થઈ ગઈ છે. જ્યારે મામલાથી મૃત્યુદર 1.37 ટકા નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીમાંથી કોરોનાનાં ઓમિક્રોન વેરિયન્ટનો વધુ એક કેસ પોઝિટિવ મળતા હવે ભારતમાં ઓમિક્રોનનાં કેસનો ટોટલ આંકડો 33 એ પહોંચ્યો છે. દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 33 કેસ સામે આવ્યા છે. જેમાંથી 17 કેસ મહારાષ્ટ્રના છે. ગત 24 કલાકમાં મુંબઈમાં ઓમિક્રોનના 7 મામલા સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાનુંસાર ઓમિક્રોનના સંકટને જોતા મુંબઈમાં 2 દિવસ સુધી કોઈ મોટી સભા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, વાહનો રેલીઓ અને વિરોધ મોર્ચા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

Next Story