પંજાબના અમૃતસરમાં આવેલ ગુરૂ નાનક હોસ્પિટલમાં આગ લાગી
પંજાબના અમૃતસરમાં આવેલ ગુરૂ નાનક હોસ્પિટલમાં આગ લાગી હતી. ઘટના બાદ અહીં અફરાતફરીનો માહોલ બની ગયો હતો

પંજાબના અમૃતસરમાં આવેલ ગુરૂ નાનક હોસ્પિટલમાં આગ લાગી હતી. ઘટના બાદ અહીં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. દર્દીઓ બહાર નિકળી શક્યા નહોતા. આગ લાગવાના કારણે હોસ્પિટલની પાછળના ભાગે આવેલા ટ્રાંસફોર્મરમાંથી લાગી હોવાનું કહેવાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે, કોઈને પણ બહાર નિકળવાનો મોકો મળ્યો નહોતો. ઘટનાસ્થળ પર ફાયરની ગાડીઓ પહોંચી ગઈ છે. કહેવાય છે કે, ફાયર વિભાગની ટીમ આગ ઠારવાના કામમાં લાગી ગઈ છે.
હોસ્પિટલની પાછળ લાગેલા ટ્રાંસફોર્મરમા અચાનક આગ લાગવાથી આ દુર્ઘટના વિકરાળ બની હતી. પહેલા એક ટ્રાંસફોર્મરમાં આગ લાગી હતી. ત્યાર બાદ બીજા અને જોતજોતામાં આગના ધૂમાડા હોસ્પિટલમાં ફેલાઈ ગયા હતા, જેના કારણે દર્દીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો વળી દર્દીઓના સગા પણ રોડ તરફ નિકળીને ભાગવા લાગ્યા હતા.
હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં મોટી સંખ્યામાં દર્દીઓ હતા. જે બહારની તરફ ભાગવા લાગ્યા હતા. દર્દીઓના જણાવ્યા અનુસાર ધૂમાડો એટલો વિકરાળ હતો કે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ પડ્યું હતું. પણ તેમની કંઈ મદદ થઈ શકી નહોતી અને ખુદ પોતાનો જીવ બચાવવા માટે લોકો બહાર ભાગવા લાગ્યા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT