Connect Gujarat
દેશ

રસ્તા પર શાકભાજી વેચતા દેખાયા સિનિયર IAS ઓફિસર,કારણ જાણી તમે પણ ચોંકી જશો

રિપોર્ટ અનુસાર શાકભાજી વેચનાર ઓફિસર બીજુ કોઈ નહીં પરંતુ ડો. અખિલેશ મિશ્રા છે.

રસ્તા પર શાકભાજી વેચતા દેખાયા સિનિયર IAS ઓફિસર,કારણ જાણી તમે પણ ચોંકી જશો
X

યુપીમાં એક સિનિયર IAS ઓફિસરે રસ્તા પર બેસીને શાકભાજી વેચવાની તસ્વીરો સામે આવી છે. તેમને શાકભાજી વેચતા જોઈને મિત્રોએ તસ્વીર ક્લિક કરી હતી જે થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. સિનિયર IAS ઓફિસરને રસ્તા પર શાકભાજી વેચતા જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. રિપોર્ટ અનુસાર શાકભાજી વેચનાર ઓફિસર બીજુ કોઈ નહીં પરંતુ ડો. અખિલેશ મિશ્રા છે. તે ઉત્તર પ્રદેશના પરિવહન વિભાગમાં મુખ્ય સચિવ છે. ઓફિસર હોવાની સાથે સાથે તે સારા કવિ પણ છે અને મોટાભાગે કવિ સંમેલનોમાં શામેલ થતા રહે છે. સોશિયલ મીડિયામાં પોતાના શાકભાજી વેચવાની તસ્વીર વાયરલ થયા બાદ અખિલેશ મિશ્રા એ સપ્ટષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, "હું કાલે સરકારી કામથી પ્રયાગરાજ ગયો હતો. પરત ફરતી વખતે એક જગ્યા પર શાકભાજી લેવા માટે રોકાઈ ગયો. શાક વેચનાક એક વૃદ્ધ મહિલા હતા. જેણે મને રિક્વેસ્ટ કરી કે હું તેના શાકભાજીની લારી પર નજર રાખુ. તે થોડી વારમાં આવે છે. કદાચ તેનું બાળક ક્યાંક દૂર જતુ રહ્યું હતું. તેને શોધવા માટે તે દુકાનથી ઉઠી ગઈ. " તેમણે આગળ કહ્યું કે, "ત્યાર બાદ હું ત્યાં જ દુકાન પર બેસી ગયો. ત્યારે જ એક બાદ એક ઘણા ગ્રાહકો આવ્યા. જેમને મેં શાકભાજી વેચ્યા. ત્યારે જ મારા ફોનમાંથી એક મિત્રએ તસ્વીર ક્લિક કરી મારા ફેસબુક પર અપલોડ કરી દીધી. ત્યાર બાદ શાકભાજી વેચનાર મહિલા આવી ગઈ અને હું ત્યાંથી ઉઠી ગયો. બાદમાં મને ખબર પડી કે તે તસ્વીર વાયરલ થઈ ગઈ છે. ત્યાર બાદ મેં આ તસ્વીરને તરત ડિલિટ કરી દીધી હતી. "

Next Story