Connect Gujarat
દેશ

ઓડિશામાં સર્જાયો ભયાનક માર્ગ અકસ્માત, બે બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત

ઓડિશામાં સર્જાયો ભયાનક માર્ગ અકસ્માત, બે બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત
X

ઓડિશામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ગઈકાલે રાત્રે સર્જાયેલા બે બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ થયા છે અને 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી જાનૈયાઓથી ભરેલી બસ ગઈકાલે રાત્રે દિગપહાંડીના ખેમુંડી કોલેજની પાસે એક સરકારી બસની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટાળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી.

પોલીસ અને ફાયરની ટીમ દ્વારા સ્થાનિકોની મદદથી બસમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા. જે બાદ તેઓને સારવાર અર્થે તાત્કાલિક બરહામપુર MKCG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત નીપજ્યાં છે. જ્યારે 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Next Story