Connect Gujarat
દેશ

ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવાનું શરુ

સુપ્રીમના આદેશને પગલે આંદોલનકારી ખેડૂતોએ હવે ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવાનું શરુ કર્યું છે. ખુદ રાકેશ ટીકૈત રસ્તો ખુલ્લો કરતા જોવા મળ્યાં

ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવાનું શરુ
X

સુપ્રીમના આદેશને પગલે આંદોલનકારી ખેડૂતોએ હવે ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવાનું શરુ કર્યું છે. ખુદ રાકેશ ટીકૈત રસ્તો ખુલ્લો કરતા જોવા મળ્યાં હતા. રસ્તો ખુલ્લો કરવાના કામમાં લાગેલા રાકેશ ટીકૈતે જણાવ્યું કે ખેડૂતો હવે દિલ્હી જશે અને સંસદની બહાર ધરણા કરશે. ખેડૂત આંદોલનને પગલે દિલ્હી તરફના તમામ રસ્તાઓ જામ થયા બાદ સુપ્રીમ કોર્ટે આકરી ફટકાર લગાવી હતી. સુપ્રીમના ટકોરા બાદ ખેડૂતોએ રસ્તા પરથી તેમના તંબૂ ઉખાડવાનું શરુ કરી દીધું છે. જોકે ટીકૈતે કહ્યું કે અમે કોઈ રસ્તો રોક્યો નથી. પોલીસે બેરેકેડિંગ કરીને રસ્તો રોક્યો હતો. અમે લોકો દિલ્હી કૂચ કરી રહ્યાં છીએ તેથી પોલીસ બેરેકેટિંગ્સ હટાવી રહી છે. રાકેશ ટીકૈતે તેમના સમર્થકો સાથે ગાઝીપુર બોર્ડરે તંબુઓ ઉખાડવાનું શરુ કર્યું હતું. તેમણે રસ્તા પરના અવરોધો હટાવવાનું શરુ કર્યું છે. ટીકૈતે કહ્યું કે રસ્તો અમે રોક્યો નથી. પોલીસે અવરોધો લગાવ્યા છે.

Next Story