Connect Gujarat
દેશ

અમરનાથમાં ફાટ્યું વાદળ; સિંધ નદીનું જળસ્તર વધતાં ચિંતા વધી, NDRFની ટીમ તૈનાત

X

જમ્મુ-કાશ્મીરના અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાથી સિંધ નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો જોવા મળ્યો છે. વાદળ ફાટ્યા પછી NDRFની એક ટીમને ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. જોકે ઘટના સ્થળ પર પહેલેથીજ NDRFની બે ટીમો હાજર છે. BSF, CRPFના કેમ્પોને મોટું નુકશાન થયું છે. જોકે કોઈપણ પ્રકારના જાનમાલના નુકશાનની જાણકારી હદુ સુધી સામે નીથ આવી. મળતી માહિતી મુજબ જે સમયે વાદળ ફાટ્યું તે સમયે કોઈપણ અમરનાથ યાત્રી ગુફાની અંદર નહોતું. અમરનાથ યાત્રા રદ થવાને કારણે આજે સૌથી મોટી સરકારને રાહત મળી છે.

કંગનના એસડીપીઓએ જણાવ્યું છે કે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનાને પગલે ગંડ અને કંગનના ક્ષેત્રોમાં સામાન્ય લોકોને સીંધ નદીથી દૂર રહેવાનો અનુરોધ કરાયો છે કારણ કે પાણીનો પ્રવાહ ગમે ત્યારે વધી શકે છે. આજે સવારે પણ જમ્મુ કાશ્મીરના હોંજર ડચ્ચન ગામમાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી હતી. આ હોનારતના કારણે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 40 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. રેસ્ક્યુ માટે પોલીસ, સેના અને રેસ્ક્યુની અન્ય ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને લાપતા લોકોને શોધવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.

અમરનાથ ગુફા પાસે એસડીઆરએફની બે ટીમો પહેલેથી હાજર છે. જોકે, વહીવટીતંત્રે અન્ય એક વધારાની ટીમ સ્થળ પર મોકલી આપી છે. સ્થળ પર હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો. તે સ્પષ્ટપણે જોવા મળે છે કે ક્લાઉડબર્સ્ટ સમયે લોકોમાં ખૂબ જ ગભરાટ હતો.

Next Story