સીએમ યોગી આદિત્યનાથ અમિત શાહને મળ્યા, યુપી ચૂંટણી પર થઈ શકે છે ચર્ચા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજધાની દિલ્હીના પ્રવાસ પર છે.

New Update

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજધાની દિલ્હીના પ્રવાસ પર છે. તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા. યોગી કાલે સવારે 11 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીને વડા પ્રધાનના નિવાસ સ્થાને પણ મળી શકે છે. મોદી સાથે બેઠક બાદ તેઓ બપોરે 12.30 વાગ્યે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળશે. આ દરમિયાન યુપીમાં કેબિનેટ વિસ્તરણ પર ચર્ચા થઈ શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે મોદી-શાહ સાથેની બેઠકમાં યુપીમાં આગામી યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પર ચર્ચા થશે. આ સિવાય યુપીમાં રાજકીય વિકાસને લઈને પણ વાતચીત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા ઉત્તર પ્રદેશથી કોંગ્રેસના પૂર્વ નેતા જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા છે. યોગીની દિલ્હી મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે રાજકીય રીતે મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજધાની દિલ્હીના પ્રવાસ પર છે.

થોડા દિવસો પહેલા જ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષ અને પાર્ટીના રાજ્ય પ્રભારી રાધા મોહન સિંહે લખનઉની મુલાકાત લીધી હતી અને આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેની પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

Latest Stories