Connect Gujarat
દેશ

હાશ !દેશમાં 97 દિવસમાં પ્રથમ વખત નોંધાયા કોરોનાના સૌથી ઓછી કેસ

હાશ !દેશમાં 97 દિવસમાં પ્રથમ વખત નોંધાયા કોરોનાના સૌથી ઓછી કેસ
X

ગત એક અઠવાડિયામાં કોરોનાના દૈનિક નવા મામલાના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 44,111 નવા મામલા સામે આવ્યા છે. આ દરમિયાન 57, 477 કોરોના સંક્રમણ દર્દીઓ સાજા થયા છે. સતત 51માં દિવસે રોજ સાજા થનારાની સંખ્યા દૈનિક નવા મામલાથી વધારે છે.

કોરોના સંક્રમણનો દૈનિક પોઝિટિવિટી રેટ 2.35 ટકા છે. આ સતત 26 દિવસથી 5 ટકાથી ઓછો છે. આની સાથે દેશમાં કોરોનાના સક્રિય મામલા ઘટીને 4, 95,533 થઈ ગયા છે. સક્રિય મામલાને લઈને રાહતના સમાચારએ છે કે 97 દિવસ બાદ આ આંકડા 5 લાખથી પણ ઓછા નોંધાયા છે. કોરોના સંક્રમણના સક્રિય મામલા કુલ મામલાના ફક્ત 1.62 ટકા છે. દેશભરમાં અત્યાર સુધી 2,96,05,779 લોકો કોરોના સંક્રમણને હરાવી સાજા થયા છે. બિમારીથી રિકવરી દર વધીને 97.06 ટકા થયો છે.

અઠવાડિયાનો પોઝિટિવિટી દર 5 ટકાની નીચે આવ્યો છે. વર્તમાનમાં આ 2.50 ટકા છે. દેશમાં જારી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીના કુલ 34. 46 કરોડ લોકોનું રસીકરણ થયું છે.ત્યારે કોરોના સંક્રમણના પરિક્ષણની ક્ષમતામાં ઘણો વધારો થયો છે. અત્યાર સુધીમાં 41.64 કરોડ લોકો પોતાનો કોરોના ટેસ્ટ કરાવી ચૂક્યા છે.

Next Story