Connect Gujarat
દેશ

કોરોનાનો "કહેર" : કોરોનાની ત્રીજી લહેર શરૂ, દિલ્હી-મુંબઈ અને કોલકાતામાં તેજીથી ફેલાવો.

ભારતમાં દરરોજ કોરોનાના મામલા વધી રહ્યા છે, અને હવે કોરોના ટાસ્ક ફોર્સના ચીફ એન.કે.અરોડાએ જણાવ્યું હતું કે, દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આવી ચૂકી છે.

કોરોનાનો કહેર : કોરોનાની ત્રીજી લહેર શરૂ, દિલ્હી-મુંબઈ અને કોલકાતામાં તેજીથી ફેલાવો.
X

ભારતમાં દરરોજ કોરોનાના મામલા વધી રહ્યા છે, અને હવે કોરોના ટાસ્ક ફોર્સના ચીફ એન.કે.અરોડાએ જણાવ્યું હતું કે, દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આવી ચૂકી છે. ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટવાળા મોટા શહેરો સામે આવી રહ્યા છે. મુંબઈ, દિલ્હી અને કોલકાતા જેવા મોટા શહેરોમાં આ તેજીથી ફેલાઈ રહ્યો છે.

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના 75 ટકા કેસ સામે આવ્યા છે. આ વેરિયન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં નવેમ્બર મહિનામાં મળ્યા હતા. સાથે જ જેટલા પણ વેરિયન્ટ જીનોમ સિક્વન્સ કરવામાં આવ્યા છે, તે મુજબ આપણા દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ ડિસેમ્બરના ફસ્ટ વીકમાં સામે આવ્યો હતો. એટલા માટે આ અઠવાડિયે રાષ્ટ્રીય સ્તરે ઓળખવામાં આવેલા વેરિયન્ટમાંથી 12 ટકા ઓમિક્રોનના હતા, હવે 28 ટકા થયા છે. જે દેશમાં તેજીથી સંક્રમણ ફેલાવી રહ્યા છે. મુંબઈ, કોલકત્તા અને ખાસ કરીને દિલ્હી જેવા મોટા શહેરોમાં ઓમિક્રોનના 75 ટકા કેસ છે. ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 1700થી વધારે મામલા નોંધવામાં આવી ચૂક્યા છે. જેમાંથી મોટાભાગના એટલે કે, 510 મામલા મહારાષ્ટ્રના છે. દેશમાં કોરોનાના નવા મામલામાં પણ 20 ટકાથી વધારે વૃદ્ધિ નોંધાવી છે.

Next Story