દિલ્હી :સંસદ ભવનમાં એકસાથે 400 કર્મચારીઓ સંક્રમિત થતા ખળભળાટ

કોરોના વાયરસે દેશમાં ફરી એકવાર આતંક ફેલાવવાનું શરૂ કરી દીધું છે. જેની ખરાબ અસર દિલ્હીમાં જોવા મળી રહી છે .

New Update

 કોરોના વાયરસે દેશમાં ફરી એકવાર આતંક ફેલાવવાનું શરૂ કરી દીધું છે. જેની ખરાબ અસર દિલ્હીમાં જોવા મળી રહી છે . કોરોના સંક્રમણ સંસદ ભવન સુધી પહોંચી ચૂક્યું છે. ગત 6 અને 7 જાન્યુઆરીએ સંસદમાં કામ કરનાર કર્મચારીઓ, સુરક્ષા કર્મીચારીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 400થી વધુ લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.જેથી સાંસદ ભવનમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે .

Advertisment

જ્યારે દિલ્હીમાં કોરોનાતી 7 લોકોના મોત થયા છે. એક દિવસમાં સંક્રમણના કેસમાં 3 હજારનો વધારો નોંધવામાં આવ્યો છે. દિલ્હીમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 48,178 પર પહોંચી ગઈ છે.દેશભરમાં કોરોનાના કેસ વાયુવેગે વધી રહ્યા છે. સમગ્ર દેશની વાત કરવામાં આવે તો છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1,41,986 નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસ નોંધાતા દેશભરમાં કુલ કેસનો આંકડો 4,72,169 થઈ ગયો છે.શુક્રવારે કોરોના સંક્રમણના 1,17,100 કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં 21 ટકાનો વધારો નોંધાયો છે.

Advertisment