Connect Gujarat
દેશ

દિલ્હી: સી.એમ.ભૂપેન્દ્ર પટેલે પી.એમ.મોદી સાથે કરી શુભેચ્છા મુલાકાત,વાયબ્રન્ટ સમિટ અંગે આપી માહિતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વાઈબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે બેઠકો કરી છે.

દિલ્હી: સી.એમ.ભૂપેન્દ્ર પટેલે પી.એમ.મોદી સાથે કરી શુભેચ્છા મુલાકાત,વાયબ્રન્ટ સમિટ અંગે આપી માહિતી
X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વાઈબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે બેઠકો કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રારંભ પૂર્વે યોજેલા રોડ શો અને વન ટુ વન બેઠકો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આગામી 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન યોજાનારી આ સમિટની તૈયારીઓ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાને આ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારૂતિ સુઝૂકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવા, અવાડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન વિનીત મિત્તલ, PI ઇન્ડસ્ટ્રીના MD અને વાઈસ-ચેરમેન મયંક સિંઘલ, JCBના CEO દીપક શેટ્ટી, અર્બન કંપનીના CEO અભિરાજ સિંહ ભાલ, DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર MD અજય શર્મા તેમજ ઑયો હોટલ્સ એન્ડ હોમ્સના સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી, જેમાં અવાડા એનર્જીએ ગુજરાતમાં એનર્જી સેક્ટરમાં 20 હજાર કરોડનું રોકાણ કરવા તૈયારી દર્શાવી હતી.

Next Story